મોરબીમાં કાલે શનિવારે મતદાર જાગૃતિના સંદેશા સાથે શણગારેલ ટ્રેનનું આગમન

- text


મોરબી : ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના સંદેશાથી ચાર ટ્રેનને શણગારવામાં આવી છે. જેમાંથી એક ટ્રેન આવતીકાલે શનિવારે મોરબી પધારવાની છે. આ ટ્રેનનું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્વાગત કરવામાં આવનાર છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અર્થે ભારતીય રેલવેના સહયોગથી દેશની ચાર જેટલી ટ્રેનો ને મતદાર જાગૃતિ અર્થેના સંદેશાઓથી શણગારવામાં આવી છે. જે પૈકીની કામખ્યા એક્સપ્રેસ ટ્રેનનું આવતીકાલે તારીખ 6ના રોજ બપોરે 4:00 કલાકે મોરબી રેલ્વે સ્ટેશન ખાતે આગમન થનાર છે. જે અન્વયે આવતીકાલે તા. 6ના રોજ બપોરના 3.30 થી 4.30 કલાક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિના સંદેશા સાથે આવતી કામખ્યા એક્સપ્રેસના આગમનને વધાવવામા આવનાર છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text