હળવદ કોંગ્રેસના સદસ્યો ભાજપમાં જોડાવાની માત્ર અફવા : કોંગ્રેસ

- text


તાલુકા પંચાયતના નવેનવ સભ્યો કોંગ્રેસમાં જ હોવાનો સૂર વ્યકત કર્યો

હળવદ : છેલ્લા થોડા દિવસોથી હળવદ તાલુકા પંચાયતના કોંગ્રેસના પાંચ સદસ્યો નગરપાલીકાના ત્રણ સભ્યો ભાજપનો કેસરીયો પહેરશે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જાર પકડયું હતું. ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી તમામ પાલીકા અને તાલુકા પંચાયતના તમામ કોંગી સભ્યો પક્ષમાં જ હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.
હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની પેટાચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ કોંગ્રેસમાં ભંગાણ થવાની ચર્ચાએ ગ્રામ્ય પંથકમાં ભારે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો જેના પગલે હળવદ કોંગ્રેસ પણ સક્રિય બની આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ પાલીકા અને તાલુકા પંચાયતના સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે જ હોવાનો સૂર વ્યકત કર્યો હતો. ત્યારે આમ પક્ષ પલટાની થયેલ વાત પર હાલ તો પુરતો વિરામ લાગી ગયો છે. તાલુકા અને પાલીકાના સદસ્યોએ જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસ પક્ષ સાથે જ છીએ અને આવનાર પેટા ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી ગયા છીએ. જયારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, સતાધારી પક્ષ જાણી જાઈને આવી અફવાઓ બજારમાં ફેલાવી રહ્યું છે. અમારા કોંગ્રેસ પક્ષના ચુંટાયેલા તમામ પાલીકા અને તાલુકા પંચાયતના સદસ્યો કોઈપણ જાતનો પક્ષ પલટો કરવાના ન હોવાનું જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text