મોરબીની મહિલા કોલેજનું બી. કોમ.નું રેકોર્ડ બ્રેક પરિણામ

- text


સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું નીચું પરિણામ હોવાં છતા મોરબીના તારલા ચમક્યા

મોરબી: તાજેતરમાં યુનિવર્સીટીનું બી. કોમ. સેમેસ્ટર 1નું પરિણામ જાહેર થયુ હતુ, જેમાં 39% જેટલું ખૂબ ઓછું પરિણામ આવ્યુ હતુ, પરંતુ મોરબી જિલ્લાની શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કૉલેજનું ઇંગલિશ મીડીયમનું 89% અને ગુજરાતી મીડીયમનું 71% આમ એકંદરે 80% જેટલું પરિણામ આવ્યુ છે. આ કૉલેજે સેમેસ્ટર 5, સેમેસ્ટર 3 અને હવે પછી સેમેસ્ટર 1માં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

કૉલેજમાં પ્રથમ ક્રમાંકે સેવાંગિયા રોઝીના ફિરોઝભાઈ, બીજા ક્રમાંકે મકવાણા દક્ષા કાંતિલાલ, ત્રીજા ક્રમાંકે બાવરવા ઉર્વીશા શાંતિલાલ, ચોથા ક્રમાંકે રાઠોડ હસુબેન ખેંગારભાઈ તથા પાંચમા ક્રમાંકે મહેતા અક્ષિતા હરીશભાઈએ કૉલેજ તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

- text

કોલેજમાં સ્ટૂડન્ટનની વાંચનની અભિરુચિને ધ્યાનમાં રાખીને વિશાળ લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ભાષાની સંખ્યાબંધ નવલકથાઓ, એકાંકી વાર્તાઓ, કાવ્ય સંગ્રહો વગેરે વિધાર્થિનીઓને વાંચવા માટે રાખવામાં આવેલ છે. તદ્ઉપરાંત જનરલ નોલેજ, વ્યક્તિનું જીવનચરિત્ર, ભારતનો ઇતિહાસ, ગુજરાત અને ભારતનો ભૂગોલિક વિસ્તાર, ગુજરાત અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, બંધારણ વગેરે જેવા મહત્વના અને સાંપ્રત પ્રવાહ સાથે સંગીન રીતે જોડાયેલ પુસ્તકોનો લાઈબ્રેરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઉપરાંત સુવિધાઓથી સજ્જ કમ્પ્યુટર લેબ પણ છે.

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ પટેલ, પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના એચ. ઓ. ડી. મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થીનીઓને શૈક્ષણિક જગતમાં ઉન્નતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text