મોરબીમાં ધો.૩ થી ૫ના શિક્ષકો માટે ગણિત વિષયનો તાલીમ વર્ગ યોજાયો

તાલીમ વર્ગમાં 200 શિક્ષકોએ ભાગ લીધો

મોરબી :જીસીઆરટી ગાંધીનગર પ્રેરીત ડાયેટ રાજકોટ આયોજીત ધોરણ 3 થી 5 ના ગણિત શિક્ષકો માટે મોરબી તાલુકામાં આંબાવાડી તાલુકા શાળા,મહેન્દ્રનગર કન્યા શાળા અને બીઆરસી ભવન મોરબી ખાતે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમના પ્રથમ દિવસે મોરબી તાલુકાની દરેક સીઆસસી માંથી કુલ 200 શિક્ષકો એ તાલીમ માં ભાગ લીધો હતો.આ તાલીમ વર્ગ દ્વિતીય સત્રના ગણિતની વિષય વસ્તુ સજ્જતા આધારિત હોય તેમાં વિવિધ પ્રવૃતિ દ્વારા ગણિત ની અધ્યાયન નિષ્પતીઓની સમજ બાળકોને કેવી રીતે આપી શકાય તેની તાલીમ 14 સીઆરસી કો-ઓડીનેટર અને 10 એચટાટ એમ કુલ 24 માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી.મોરબી તાલુકાના લાયજન સોનલબેન ચૌહાણ અને બીઆરસી સંદિપ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ તાલીમ વર્ગોનું સફળ અને સુચારુ સંચાલન ઉમેશભાઈ બોપાલિયા,રમેશભાઈ કાલરીયા,પ્રવીણભાઈ મેઘનાથી,ચંદ્રકાંત બાવરવા અને હરદેવ ડાંગર દ્વારા કરવામાં આવેલ હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en