ટંકારાના વિવિધ ગામોમાં શહીદોને શ્રદ્ધાંજલી આપાઈ

ટંકારા : ટંકારાના લોવાસ ધેટિયા વાસ અને ગાયત્રીનગર તેમજ લખધીરગઢ તથા જબલપુર તેમજ ગણેશપર અને હીરાપુરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શહીદોને શ્રદ્ધાંજલી આપીને પાક.સંદ આક્રોશ વ્યક્ત કરી ભારત સરકાર જડબાતોડ જવાબી કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી

ટંકારા ચિત્રકુટ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે લોવાસ ધેટીયા વાસ અને ગાયત્રી નગર ના પાટીદાર સમાજ એકઠા થઈ જમ્મુ કાશ્મીર ના પુલવામાં થયેલા વિર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.હિરાપર ગામે પણ સમગ્ર ગામલોકો ચોકમાં એઠા થયા હતા અને કેન્ડલ માર્ચ યોજી હતીજબલપુર ગામે રેલી કાઢી ગામલોકો એ મોન પાડી ઝોલી ફેરવી હતી લખધીરગઢ ખાતે બહેનો અને ભાઈ ઓ રામજી મંદિર ના પટરાગંન મા ભેગા મળીને શહીદો ની કુરબાની ને યાદ કરી અશ્રુભીની અંજલિ આપી હતી.

હમીરપર ગામના રહીશો દ્વારા શહીદ પરીવાર ની પડખે ઉભો છે અને સાતવના પાઠવવા માટે રાત્રી સભા નુ આયોજન કર્યું હતું.તેમજ ગણેશપરમાં શહીદોને ભારે હૈયે શ્રદ્ધાજલી આપી હતી.