મોરબીની તપોવન સ્કૂલમાં કાલે રવિવારે ધો. ૧૦ની પ્રિ એક્ઝામ

મોરબી : મોરબીની તપોવન સ્કૂલમાં બાળકોમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે ધો. ૧૦ની પ્રિ એક્ઝામનું આવતીકાલે રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓમા બોર્ડની પરીક્ષાનો ખોટો હાઉ હોય છે. જે દૂર કરવાના ઉદેશથી તપોવન વિદ્યાલય ખાતે આવતીકાલે રવિવારે સવારે ૯ થી ૧૨:૧૫ સુધી એસ.એસ.સી. બોર્ડની પ્રિ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તપોવન વિદ્યાલય, સમજુબા વિદ્યાલય અને નવોદય વિદ્યાલયના ધો. ૧૦ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.