મોરબી : 10ના બદલે 14 કલાક ગેસ સપ્લાય બંધ રાખતા સીરામીકને બે કરોડની નુકશાની

- text


મોરબીના સીરામીક ઉધોગને ગુજરાત ગેસ કંપનીના તઘલખી નિર્ણયથી નુક્શાની થપાટ

મોરબી: મોરબીના સીરામીક ઉધોગ પર માઠી બેઠી હોય તેમ મંદીમાં પ્રથમ ઈન્ક્મટેક્ષ અને જીએસટીના દરોડાની વચ્ચે ગઈકાલે ગુજરાત ગેસ કંપનીએ પણ સીરામીક ઉદ્યોગને વધુ એક નુકશાનની થપાટ મારી છે. જેમાં ગેસ કંપનીએ મેઇન્ટિંનસના બહાના હેઠળ 10 કલાકની નોટિસ આપીને 14 કલાક સુધી
ગેસ સપ્લાય બંધ કરી દેતા સીરામીક ઉદ્યોગકારોને 2 કરોડ જેવી નુકશાની મંદીના સમયમાં ભોગવાનો વારો આવતા ઉધોગકારોમાં રોષ વ્યાપી ગયો હતો.

- text

મોરબીનો સીરામીક ઉદ્યોગ હાલ ભયકર મંદીનો સામનો કરી રહ્યો છે. જો કે ગુજરાત ગેસ લિમિટેડ કંપની સાથે ગેસના એગ્રીમેન્ટ હોવાથી સીરામીક ઉધોગકારોને નહિ નફા નહિ નુકસાનના ધોરણે ઉધોગોને પરાણે ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. સીરામીક ઉધોગને ઇન્ડસ્ટ્રીયલ ગેસ પૂરો પડતી ગુજરાત ગેસ કંપની વારંવાર ગેસના ભાવોમાં વધારો કરી તથા મનઘડત નિર્ણયો લઈને ઉધોગકારોની મુશ્કેલી વધારો કરતી હોય છે. ત્યારે ગેસ કંપનીએ વધુ એક ફટકો માર્યો છે જેમાં સીરામીક ઉધોગકારોને નોટિસ પાઠવી તા .5ના રોજ મેઇન્ટિંનસને કારણે 10 કલાક ગેસ સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ ગેસ કંપનીએ તેમાં પણ મનમાની ચલાવીને 10 કલાકની જગ્યાએ 14 કલાક સુધી ગેસ સપ્લાય બંધ રાખતા સીરામીક ઉધોગને ભારે નુકસાની થઈ હતી. સીરામીક એકમોના કિલન ભઠીમાં આશરે બે કરોડ જેવી નુકશાની થઈ છે. આ અંગે સીરામીક ઉધોગકારો ભારે નારાજગી સાથે કહી રહ્યા છે. એક તો અત્યારે મંદીનો કપરો કાળ ચાલી રહ્યો છે .અને મંદી એટલી ધેરી છે કે ઉધોગોને ટકી રહેવું મુશ્કેલ છે.તેવા ટાંકણે રાહત આપવાની જગ્યાએ ગેસ કંપનીએ આવો ડામ દેતા મંદીનો માર સહન કરી રહેલા ઉધોગકારો પર પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઉધોગકારોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

- text