મોરબી : રેઈન્બો પ્રિ. સ્કૂલ દ્વારા યોજાયો જન્મદિવસ મહાયજ્ઞ

- text


મોરબી : અત્યાધુનિક સુવિધા સાથે મૂલ્યલક્ષી શિક્ષણ આપવા માટે પ્રખ્યાત એવું મોરબીનું ગુજરાતી માધ્યમ પ્લે-હાઉસ “રેઈન્બો પ્રિ સ્કૂલ” દ્વારા નાતાલના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલ દ્વારા ભારતીય વેદિક પદ્ધતિ મુજબ બાળકના દીર્ઘાયુની કામના માટે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી બાળકો તેમજ વાલીઓ જોડાયા હતા. સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત ભવ્ય તુલસી દિવસ નિમિત્તે યજ્ઞની સાથે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને નિશુલ્ક તુલસીના રોપાઓ આપીને વાલીઓને તુલસી વિશે નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ તકે આ મહાયજ્ઞમાં જોડાનાર તમામ પ્રી સ્કુલ ના વાલીશ્રીઓનું રેઈન્બો પ્રિ સ્કૂલના સંચાલક નીરવભાઈ માનસેતાએ અભિવાદન કર્યું હતું તેમજ બધા વાલીઓએ પણ આ પવિત્ર મહાયજ્ઞ જોડાઈને ધન્યતા અનુભવી હતી.

- text