મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ મા પાયથોન ટેકનોલોજી સેમિનાર યોજાયો..

મોરબી ની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ ના આઈટી ના છાત્રો ને નવીન ટેકનોલોજી નુ સવિશેષ માર્ગદર્શન મળી રહે તે હેતુસર તાજેતર મા પાયથોન ટેકનોલોજી ને લગતો સેમિનાર યોજાયો હતો. જેમા ટોપ્સ ટેકનોલોજી અમદાવાદ ના પુનિત ભાઈ એ વિદ્યાર્થીઓ ને અર્વાચીન ટેકનોલોજી ને લગતુ વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે સંસ્થા ના પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, હાર્દીક ભાઈ ઉદાણી, અમિત ભાઈ ભટ્ટ, પ્રહલાદ ભાઈ પરમાર, કીન્નરી બેન, રાધીકા મેડમ સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.