મોરબીના મહેન્દ્રનગર ગામે 24મીએ માં બાપને ભૂલશો નહીનો કાર્યક્રમ

મોરબી : મહાકાળી ચોક.પીપરવાડી મહેન્દ્રનગર મોરબી ખાતે તા.24ને સોમવારે રાત્રે 8-30થી 11-30 દરમ્યાન જામજોધપુરની બાળાઓ દ્વારા માં બાપને ભૂલશો નહી તથા દીકરી વ્હાલના દરિયાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાંસ્કૃતિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.