જુનાદેવળીયા ગામે માઇનોર કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતોના ઊભા પાકમાં ભરાયા પાણી

- text


બાજુમાંથી પસાર થતી અન્ય કેનાલમાં પાણી છોડવાના ઈરાદાથી આ પેટા કેનાલ ના પાટીયા ચડાવી દેવાયા હોવાનું સામે આવ્યુ

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામ પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ ની માઇનોર મેન ૨૪ ડી મેઈન કેનાલમાં ગતરાત્રીના ગાબડું પડયું હતું આ ભંગાણ ના પગલે આજુબાજુના પાંચથી વધુ ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાયા હતા જેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે નર્મદા કેનાલના અધીકારીઓ દ્વારા તાત્કાલિક કેનાલ કાંઠે દોડી આવી પેટા કેનાલમાં પાણી બંધ કરી ગાબડાનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે

- text

તાલુકાના જુનાદેળડીયા પાસે થી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ ની નર્મદા કેનાલ માથી માઇનોર કેનાલ મેઈન ૨૪ ડી મા ગતરાત્રીના કોઈ અજાણ્યા તત્વો દ્વારા બાજુમાંથી પસાર થતી નાની માઇનોર કેનાલ મા પાણી છોડવાના ઇરાદાથી આ માઈનોર કેનાલના પાટીયા ચડાવી દઈ હેડપમ્પ કરી હોવાનું સામે આવ્યું હતું જેના કારણે કેનાલમાં ભંગાણ થયું હતું કેનાલમાં ગાબડુ પડવાના કારણે આજુ બાજુના ખેડૂત વિનોદભાઈ, રૂગનાથભાઈ ,અમૃતલાલ ,મહાદેવભાઇ લક્ષ્મણભાઈ ,ખીમજીભાઈ નાગજીભાઈ ,સહિતના ખેડૂતોના ઝીરૂ, એરંડા ,ચણા, સહિતના પાકમાં પાણી ભરાઈ જતા આ પાક નષ્ટ થઇ જવાની દહેશત ખેડૂતોએ વ્યકત કરી હતી

માઇનોર કેનાલ મા ગાબડું પડવાના બનાવને પગલે નર્મદા કેનાલના બ્રાન્ચ અધિકારી વાસાણી ,જાડેજા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી માઇનોર કેનાલમાં પડેલ ગાબડાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઈ જવાના કારણે પંચનામું પણ કરવામાં આવ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું હતું

- text