બોલો લ્યો ઘરકંકાસ થતા પરણિતા પાડોશી સાથે ભાગી

માળિયાના ખીરઈ ગામેથી ગુમ થયેલ પરણિતા પાડોશી સાથે ભાગ્યાનું ખુલ્યું

માળીયા : માળિયાના ખીરઈ ગામેથી 15 દિવસ પહેલા ગુમ થયેલી પરણિતા ગઈકાલે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો છે જો,કે આ બનાવામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પરણિતા ઘરકંકાસથી કંટાળી પાડોશી યુવક સાથે ભાગી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના ખીરઈ ગામે રહેતા કાદરભાઇ રાસંગભાઇ સામતાણી ઉ વ ૩૨ ની પત્ની રૂક્સાનાબેન ઉ વ ૩૨ ગત તા.8ના રોજ ખિરઇ ગામથી ગુમ થી જતા પતિ કાદરભાઈએ ગુમસુધા નોંધ કરાવી હતી જેમાં ગઈકાલે રૂકસાનાબેન અમદાવાદ સરખેજ ચોકડી નજીકથી મળી આવ્યા હતા
ઘર કંકાશના કારણે કંટાળી ગયેલ હોવાથી પોતાના મેળે પોતાના બાજુમા રહેતા શાહરૂખ ઇકબાલભાઇ સામતાણી સાથે પોતાની મરજીથી અમદાવાદ ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

http://www.dreamstime.com/stock-photos-happy-together-cartoon-couple-white-guy-black-girl-skipping-grass-vector-illustration-no-transparencies-eps-v-image57630303