મેઘલી રાતે તસ્કરોએ કઈ રીતે નિશાન બનાવ્યો હતો વાંકાનેરના રાજમહેલને ? સાંભળો પુરી સ્ટોરી

- text


રાજમહેલ જ નિશાન બનાવતા કૂખ્યાત ગેંગના સભ્યોએ વરસતા વરસાદમાં ગુગલમેપના સહારે રણજીત વિલાસ પેલેસમાં કરી હતી ચોરી : એન્ટીક ચીજ વસ્તુઓના ઢાળીયા બનાવી નાખ્યા : 30 કિલોગ્રામથી વધુ ચાંદી કબ્જે

વાંકાનેર : વાંકાનેરના રણજિત વિલાસ પેલેસમાં ચારેક માસ પૂર્વે થયેલી ચોરીના કેસમાં મોરબી પોલીસે કુખ્યાત ગેંગના છ શખ્સોને ઝડપી લઈ ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબ્જે કર્યો છે, જો કે રાજમહેલને જ નિશાન બનાવતી આ ગેંગે તમામ એન્ટિક ચીજવસ્તુઓને ઓગાળી નાખતા પોલીસના હાથમાં 30 કિલોગ્રામથી વધુ ચાંદીના ઢાળીયા જ હાથ લાગ્યા છે. રાજમહેલનો જ નિશાન બનાવતી આ તસ્કર ગેંગ દ્વારા વાદળોના ગળગળાટ વચ્ચે મેઘલી રાતે ભેંકાર અંધકારનો લાભ લઇ ગુગલમેપના સહારે રાજમહેલને નિશાન બનાવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

વાંકાનેરના રણજિત વિલાસ પેલેસમાં ચોરી મામલે વિગતો આપતા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, તા.૧૬/૦૭/૧૮ થી તા.૧૯/૦૭/૧૮ દરમ્યાન પેલેસની ગેલેરીમાં આવેલ બારીનો કાચ તોડી કોઇ ઇસમોએ અંદર પ્રવેશ કરી પીયાનો રૂમના દરવાજાનો કાચ તોડી સ્ટોપર ખોલી અંદર પ્રવેશ કરી રૂમમાં રાખેલ ચાંદીની રાજાશાહી સમયની. ખુરશીઓ, માર્બલ ગોલ્ડ પ્લેટેડ વીકટરીયન કલોક, વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ (રેપ્ટીકા), ચાંદીનું નાનું ઘર, તોપ, સ્ત્રીનું સ્ટેચ્યુ, પલંગના પોલ વિગેરે રાજાશાહી વસ્તુની ચીજ વસ્તુ કૂલ કિમત રૂ.૩૪,00,000 ચોત્રીસ લાખ રૂપિયાની ચીજ વસ્તુની ચોરી કરી લઈ જતા આ ચોરી મામલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરતા એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. રજનીકાન્તભાઇ કૈલા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને મળેલ હકિકત આધારે એક ટીમ નાશીક (મહારાષ્ટ્ર) ખાતે તપાસમાં મોકલી ચાર આરોપીઓને નાશીક ખાતેથી લાવી પુછપરછ કરતા પોતે ચોરી કરેલની કબુલાત આપતા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ધાતુની પથરી (એન્ટીક) મળી આવતા રિકવર કરેલ હતું અને બીજી ટીમ દિલ્હી ખાતે તપાસમાં મોકલી બે આરોપીઓ(રીસીવર)ને દિલ્હીથી લાવી પુછપરછ કરતા ચોરીનો માલ ખરીદ કરી આ મુદામાલ દિલ્હી ખાતે ચાંદની ચોકમાં આવેલ પ્યારેલાલ કપુર નામની દુકાનના વેપારીને ત્યા વેચેલની કબુલાત આપતા એક ટીમ દિલ્હીના વેપારીને ત્યાં વેચેલ જેથી દિલ્હી ખાતે આ વેપારી મનીષભાઈ દર્શનભાઈ કપૂરને ત્યાં તપાસ કરતા મુદ્દામાલના ટુકડા કરી ઓગાળી ચાંદીની નાની મોટી દાસ ઈંટો બનાવેલ જે તમામ કબ્જે કરી 30 કિલો 425 ગ્રામ ચાંદી કિંમત રૂ.7,60,625 100 ટકા મુદ્દામાલ રવાના કરી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરી વાંકાનેર રણજીત વિલાસ પેલેસમાં ચાર મહિના પહેલા થયેલ અનડીટેક્ટ પેલેસ ચોરીનો ગુનો ડીટેક્ટ કરેલ છે.

- text

વાંકાનેર રણજિત વિલાસ પેલેસ કરી મામલે પોલીસે (1) રવિ વિઠ્ઠલભાઈ ધોળકિયા, ઉ.વ.૨૪ રહે.હાલ નાસીક દેવલાલી કેપ, ભગુર મરાઠી સ્કુલ પાછળ તા.જી.નાશીક મુળ રહે.નોલી તા.સાયલા જી.સુરેન્દ્રનગર (2) અશોક લાલાભાઈ વાણકીયા ઉ.વ.૩૦ રહે.હાલ નાંદૂર, સીગોટા, સોનારગલી તા.જી.નાશીક, મુળ રહે.પચ્છેગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર (3) કિસાન ગણેશ ભાઈ પટેલીયા, ઉ.વ.૨૪ રહે.હાલ નાશીક દેવલાલી કેમ્પ,ભગુર
મરાઠી, સ્કુલ પાછળ તા.જી.નાશીક મુળરહે.દેવળીયા તા.જી.ભાવનગર (૪) અજય વિઠ્ઠલભાઇ ઘોડકીયા, ઉ.વ.૨૨ રહે.હાલ નાશીક એરીકેશન કોલોની મખમલાબાદ, તા.જી.નાશીક મુળ રહે. નોલી તા.સાયલા જી.સુરેન્દ્રનગર (5) ચોરીનો માલ ખરીદનાર ખિમાબેન શ્રવણભાઇ તાજપરીયા, ઉ.વ.60 રહે,હાલ-જુની દિલ્હી, જે.જે.કોલોની વજીરપુર, જી-બ્લોક મકાન નં.જી-૨૭૭ મુળ રહે.બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર (6) સુનિલ શ્રવણભાઈ તાજપરીયા, ઉ.વ.૨૧ રહે હાલ-જુની દિલ્હી, જે.જે. કોલોની વજીરપુર, જી બ્લોક મહાન નં.જી-૨૭૭ મુળ રહે.બાવળી.તા,ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાઓને ઝડપી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજવી પેલેસમાં ચોરી કરનાર કુખ્યાત ગેંગના સભ્યો રાજવી પેલેસને જ નિશાન બનાવતા હતા અને ચોરી કરનાર ચાર આરોપીઓ પૈકી રવિ વિઠ્ઠલભાઇએ પેલેસમાં ચોરી કરવાનો પ્લાન બનાવી નાશીક થી વાંકાનેર ખાતે આવી ગુગલ મેપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી વાંકાનેર રણજીત વિલાશ પેલેસ તથા તેની આજુબાજુની જગ્યાની માહિતી એકત્રિત કરી પેલેસની પાછળ ડુંગરાળ અને ઝાળી વિસ્તારમાં જઈ વરસાદ ચાલુ હોય તકનો લાભ લઇ જગ્યાએ રાત્રી દરમ્યાન પેલેસમાથી ચોરી કરી દીવસ દરમ્યાન પેલેસ પાછળ આવેલ ડુંગરાળ અને ઝાડી વિસ્તારમાં ચોરી કરેલ માલ ચેક કરી ખોટી વસ્તુ હોય તો તોડીને નાખી દઇ અને કીંમતી વસ્તુ થેલીમાં ભરી લઇ ગયેલ હોવાની કબુલાત આપેલ હતી અને આરોપી રવિએ આશરે ત્રણેક વર્ષ પહેલા ધ્રાગધ્રા પેલેસમાં પણ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

ચોરીનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઇ, હીરાભાઇ ચાવડા, પો.હેડ કોન્સ. રજનીકાન્તભાઇ કૈલા, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, ચંન્દ્રકાન્તભાઇ વામજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કૌશિક મારવણીયા, ફૂલીબેન તરાર, પો.કોન્સ. નંદલાલભાઈ વરમોરા, દશરથસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, નિરવભાઈ મકવાણા, સતિષભાઇ કાંજીયા, ભગીરથસિંહ ઝાલા, આસિફભાઈ ચાણકીયા, આકૃતિબેન પીઠવા સહિતનાઓએ કામગીરી કરી હતી.

 

- text