પૂ.પ્રમુખસ્વામી મહારાજ 98મા જન્મજયંતી મહોત્સવ ઉજવણીને લઈ મોરબીમાં અનેરો ઉત્સાહ

- text


રાજકોટ મુકામે યોજાનાર વિશ્વશાંતિ મહાયજ્ઞમાં મોરબીના સેંકડો હરિભક્તો જોડાશે

મોરબી : વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી તા.૦૫ ડિસેમ્બરથી તા.૧૫ ડિસેમ્બર સુધી ઉજવાનાર ૧૧ દિવસીય આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોરબીના હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટના પાવન આંગણે યોજાનાર આ મહોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ૬ જેટલા આકર્ષક પ્રદર્શનખંડો બનાવવામાં આવી રહ્યા છે. કલાત્મક મંદિરો, તદુપરાંત મંત્રમુગ્ધ કરનારો લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સ્ટ્રક્ચર મહોત્સવ સ્થળ પર ખડું કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ નગરમાં મુલાકાતીઓને આવકારતો ભવ્ય કલાત્મક પ્રવેશદ્વાર આકાર લઈ રહ્યો છે. આ મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહેલા સમગ્ર સૌરાષ્ટ્રના ભક્તો-ભાવિકોના હૈયા થનગની રહ્યા છે.

- text

સાથે સાથે આ મહોત્સવનું આકર્ષણ હશે વિશ્વશાંતિ મહાયજ્ઞ. તારીખ ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર આ વિશ્વશાંતિ મહાયજ્ઞ પવિત્ર અને વિદ્વાન સંતો તથા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્તવિધિથી યોજાશે જેના યજમાન બનવાની અમુલ્ય તક આપણને સૌને પ્રાપ્ત થઇ રહી છે જેના માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં થાળભેટ કાર્યાલયનો અવશ્ય સંપર્ક કરીએ.

આવો આ વિશ્વશાંતિ મહાયજ્ઞની ઝલક નિહાળીએ એક પ્રોમો વિડીયો દ્વારા…

- text