મોરબીમાં હ્યુન્ડાઇ શોરૂમની લુખ્ખાઓને શરમાવે તેવી દાદાગીરી : વિડીયો વાઇરલ

- text


હ્યુન્ડાઇ કાર ખરીદનાર ગ્રાહકની ફરિયાદ દૂર કરવાને બદલે મારામારી : પોલીસની વરવી ભૂમિકનો આક્ષેપ

મોરબી : મોરબીમાં હ્યુન્ડાઇ કંપનીની કાર ખરીદ કરી હોય અને સર્વિસ કે રીપેરીંગ કરાવવા જતા પહેલા સો વખત વિચારવું પડે તેવો ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં નવી નકોર કારનો ફોલ્ટ રીપેર કરવાને બદલે હ્યુન્ડાઇ શોરુમન માણસોએ લુખ્ખાઓને પણ શરમાવે તેમ ગ્રાહક સાથે મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને ઘટનાના સીસીટીવી ફુટેજનો વિડીયો પણ વાઇરલ થયો છે.

મોરબી હ્યુન્ડાઇ શોરૂમના સંચાલકોની દાદાગીરીના કિસ્સામાં બહાર આવેલી વિગતો મુજબ મોરબીના મોહિત મનસુખભાઇ ઘોડાસરાએ નવી હ્યુન્ડાઇ કાર લીધા બાદ કારમાં ફોલ્ટ આવતા બે થી ચાર વખત રીપેરીંગ માટે કંપનીના સર્વિસ સ્ટેશને ગયા હતા પરંતુ ઉડાઉ જવાબ મળ્યા હતા.

- text

બીજી તરફ મોહિત ઘોડાસરા ફરી પાછા તા. ૧૨ ના રોજ હ્યુન્ડાઇમાં સંતોષકારક રીપેરીંગ કરાવવા માટે જતા કંપનીના માણસોએ ગાડી રીપેર નહિ થાય તેવો રોકડો જવાબ આપતા રોષે ભરાયેલ મોહિતે ગાડી કંપનીના પ્રવેશ દ્વારે જ મૂકી ચાલતી પકડતા હ્યુન્ડાઇ શોરૂમના સંચાલકો લુખ્ખાગીરી ઉપર ઉતરી આવી મોહિતને ઘેરી લઈ કાંઠલો પકડી મારમારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

જો કે, ગ્રાહકને સંતોષકારક સેવા આપવાને બદલે લાજવાને બદલે ગાજેલ કંપનીએ મોહિત વિરુદ્ધ સામી ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ સીસીટીવો ફૂટેજ સામે આવતા કંપનીની દાદાગીરી ખુલ્લી પડી છે.

સમગ્ર મામલે પોલીસે વરવી ભૂમિકા ભજવ્યાનો પણ આરોપ લાગી રહ્યો છે, આ સંજોગોમાં મોરબીના સમજુ લોકોએ ચેતવું જરૂરી બન્યું છે.

# જુઓ મારામારીનો વિડીયો

 

 

 

- text