ભીતચિત્રો થકી સમાજ સુધારણા અભિયાન શરૂ કરતાં મોરબીના ઉદ્યોગપતિ

મોરબીના ઉદ્યોગપતિનો અનેરો પ્રયાસ પોતાની ફેક્ટરીની દીવાલો ઉપર આપ્યા અલગ અલગ સંદેશ

મોરબી : સામાન્યરીતે ઉદ્યોગપતિઓ પોતાના ફાયદા જ વિચારતા હોવાની સામાન્ય છાપ વચ્ચે મોરબીના ઉદ્યોગપતિએ પોતાના કર્મચારીઓ અને સમાજ માટે ઉમદાકાર્ય કરી પોતાની ફેકટરીની દીવાલ ઉપર પાણી બચાવો, વ્યસનમુક્તિ, પર્યાવરણ બચાવો, સૌરઉર્જા, અને સ્વચ્છતાનો સંદેશ આપતા ભીતચિત્રો બનાવી આવનારી પેઢી માટે પર્યાવરણ અને માનવજાતિના કલ્યાણ માટેના બીજનું વાવેતર કર્યું હતું.

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને જાણીતા કેળવણીકાર જયંતીભાઈ રાજકોટિયા સમાજ ઉત્થાન માટે હરહંમેશ કઈક નવું કરતા રહે છે જેમાં આજે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ પોતાની ઓમ લેમકોટ્સ ફેકટરીમાં નવા જ અભિગમ સાથે પોતાના કર્મચારીઓમાં પર્યાવરણ અને સમાજ માટે જાગૃતતા આવે તે માટે ટ્રાફિક નિયમોના પાલનથી શરૂ કરી પાણી બચાવો, વૃક્ષો વાવો, સ્વચ્છતા અભિયાન, સૂર્યઉર્જા સહિતના સંદેશાઓ ભીતચિત્રમાં દર્શવવામાં આવ્યા છે.

ઓમ લેમકોટ્સની જુદી જુદી દીવાલો પર બનાવવામાં આવેલા આ ભીતચિત્રો અહીં કામ કરતા શ્રમિકો પોતાના જીવનમાં ઉતારે તેવા ધ્યેય સાથે ઉદ્યોગપતિ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા પોતાના મીત્રો સાથે મળી આત્મજ્યોત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે જે અન્ય સ્થળોએ પણ આવા સંદેશા આપતા ભીતચિત્રો બનાવી સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને જાણીતા કેળવણીકાર જયંતીભાઈ રાજકોટિયા સાથે વિશેષ મુલાકાતનો વિડિઓ જુઓ