મોરબીના જોધપરમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ, જુઓ વિડિઓ

ફાયર ફાયટરો ઘટના સ્થળે : ફટાકડાના કારણે આગ લાગી હોવાની શક્યતા : દુકાનની ઉપરનું મકાન પણ આગની ઝપટમાં

મોરબી : મોરબીના મચ્છુ 2 ડેમ પાસે આવેલા જોધપર ગામમાં આવેલી નકલંક પ્રોવિઝન સ્ટોર નામની મોટી દુકાનમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે દુકાન ઉપરનું મકાન પણ આગની ઝપટમાં આવી ગયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ દુકાન અને મકાનમાં ભીષણ આગમાં એક ગેસના બાટલો પણ ઝપટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતા ફાયરવિભાગ ટિમ બે ફાયર ફાયટરો સાથે ઘટના સ્થેળે પોહચી આગપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધાર્યા છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ આજ્ઞા પગલે હાલ સમગ્ર ગામમાં વીજપુરવઠો ઠપ્પ થઇ ગયો છે. અને આગની ઝપટમાં સંપૂર્ણ દુકાન આવી ગઈ છે. અને દુકાન અંદર રહેલો તમામ સમાન આગની ઝપટમાં આવી જતા લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવાઈ  રહ્યો છે. હાલતો ફાયર વિભાગ તથા ગ્રામજનો દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.