માળીયા પોલીસનો સપાટો ૨.૩૭ લાખ રોકડ સાથે ૧૦ જુગારી પકડ્યા

ધનતેરસે મોટા દહીંસરામાં માળીયા પોલીસનું ઓપરેશન : ચાર જુગારી ભાગ્યા

માળીયા : માળીયા મિયાણા પોલીસે આજે સપાટો બોલાવી મોટા દહીંસરા ગામે દરોડો પાડી જુગાર રમતા ૧૦ જુગારીઓને ૨,૩૭ લાખની રોકડ અને ૩ બાઇક સહિતના મુદામાલ સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન ચાર જુગારીઓ નાસી છુંટયા હતા.

પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સુચના તથા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આજે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા પોલીસ મથકે હાજર હતા ત્યારે પો.કોન્સ પો.કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા, પો.કોન્સ પો.કોન્સ જયદેવસિંહ
ઝાલાને સંયુકત રીતે બાતમી મળેલ કે મોટા દહીસરા તથા નાના દહીસરા ગામની વચ્ચેની સીમમાં
જુગાર રમાતો હોવાની બાતીમીના આધારે સ્ટાફના એચ.સી ફીરોજભાઇ સુમરા, પો.કોન્સ મહિપતસિંહ સોલંકી, પો.કોન્સ રમેશભાઈ રાઠોડ,
પો.કોન્સ રમેશભાઇ મૈયડ, પો.કોન્સ સહદેવભાઇ રાઠોડ, પો.કોન્સ ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતનાને
સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરી હતી.

દરોડા દરમિયાન (૧)અશોક પટેલ (ર)રમેશભાઈ ભગવાનજીભાઈ કાવર (૩) મેહુલભાઈ ઠાકરશીભાઇ કાવર (૪)કેશવજીભાઈ
અમરશીભાઇ વીરમગામા (પ )યોગેશભાઇ કુંદનભાઇ ગોસ્વામી તથા(૬)ગોરવભાઈ ઇન્દ્રપાલ
ખુરાના નામના આરોપીઓ ઝડપાઇ ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રુપીયા ૨,૩૭,૫૬૦ તથા ચાર મોટસાયકલ કિ.રૂ. ૬૦,૦૦૦એમ કુલ મુદામાલ ૨૯૭૫૬૦ના મુદામાલ જપ્ત કર્યો હતો

માળીયા પોલીસના જુગાર દરોડા દરમિયાન (૭)રાજુ મકનભાઈ કોળી રે,વર્ષામેડી (૮) શાંતિલાલ મગનલાલ સરડવા રે.સરવડ (૯)પુનીત પ્રભુભાઈ સરડવા રે.સરવડ તથા (૧૦) કરશન જલાભાઈ ભરવાડ રે,પીપળીયા રેઇડ દરમ્યાન નાસી છૂટ્યા હતા આમ, કુલ ૧૦ આરોપી વિરુધ્ધ જુગારધારા મુજબ કેસ કરી પોલીસે આગળની
કાર્યવાહી હાથ ધરી હતી.