મોરબી જિલ્લામાં એકતાનો સંદેશ ગુંજતો કરવા એકતા રથનું પ્રરિભ્રમણ

- text


ભડિયાદ, જોધપર, બંધુનગર અને મકનસર સહિતના ગામોમાં એકતાના સપથ લેવડવાયા

મોરબી : સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ ગુંજતો કરવા રાજય ભરમાં પ્રાંરભ થયલી પ્રથમ તબક્કાની એકતા યાત્રા અંતર્ગત મોરબી તાલુકામાં ત્રીજા દિવસે ભડીયાદ, જોધપર(નદી), બંધુનગર, મકનસર, જાંબુડીયા, પાનેલી, ગીડચ, કાલીકાનગર, લખધીરપુર ગામોમાં પરિભ્રમણ કરી ગ્રામજનોના તથા વિદ્યાર્થીઓને સરદાર પટેલના એકતાના સંદેશ અને “સ્ટેચ્યુ ઓફ યુનિટિ” વિષે માહિતગાર કર્યા હતા ગામેગામ લોકો દ્વારા સરદાર પટેલ પ્રતીમાને ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યા હતા. તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા સરદાર પટેલ વિષે માહિતગાર કરાયા હતા.

- text

સરદાર સાહેબના દેશ પ્રત્યેના યોગદાનને પુરી દુનિયા જાણે સમજે તથા આજની નવી પેઢી તેમના જીવનમાથી પ્રેરણા લઈ આદર્શ વ્યક્તિ બને તે માટે “સ્ટેચ્યુ ઓફ યુનિટિ” નું નિર્માણ થયું છે. જેને અગામી ૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે ત્રીજા દિવસના એકતારથ યાત્રા દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, ઈન્ચાર્જ મામલતદાર સુમરા તેમજ ભાજપના પદાધિકારીઓ રથ સાથે જોડાયા હતા.

કાર્યક્રમ દરમ્યાન દરેક શાળાઓમાં એકતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને સરદાર પટેલ સાહેબ પરની સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવો હસ્તે પ્રમાણ પત્રો આપવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવો દ્વારા સરદાર પટેલના જીવન કવન અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યા હતા.

- text