માળીયા મિયાણા ટુક સમયમાં અછતગ્રસ્ત : ખેડૂતોને ૯૦ ટકા નુકશાન, સરકારનો સર્વે

- text


મામલતદાર દ્વારા સર્વે કરી સાચી સ્થિતિ દર્શાવતા ટીમનો આભાર માનતા ગ્રામજનો

મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ થયો છે જેમાં આખી સીઝન દરમિયાન માળીયા મિયાણા તાલુકામાં ફક્ત ચાર ઈંચ જેટલો જ વરસાદ વરસતા ખેડૂતોને ઉભા મોલમાં ૯૦ ટકા નુકશાન હોવાનું મામલતદારને સર્વેમાં બહાર આવ્યું છે અને આ સર્વે રિપોર્ટના આધારે ટુક સમયમાં જ માળીયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવા સૂચના આપવામાં આવતા માળીયા મીયાણા તાલુકા મામલતદાર દ્વારા અછતગ્રસ્ત દરેક ગામમાં સર્વે કરવા ટીમ મોકલવામાં આવેલ છે જેમાં રવિવારના રોજ વેણાસર તથા કુંભારીયા ગામે સર્વે કરવા મામલતદારની ટીમ આવી હતી અને આ ટીમના સર્વે મુજબ વેણાસર ગામમાં ૯૦ ટકા નુકસાનીની માહિતી મળવેલ હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે માળીયા તાલુકામાં ફક્ત ૪ ઈંચ જેટલો જ વરસાદ થતાં ખેતીને વ્યાપક નુકસાની પહોંચી છે સરકારના આંકડા મુજબ ૯૦ ટકા નુકસાન સ્થળ તપાસના અહેવાલમાં જણાવાયું છે.

- text

અત્યંત સુમાહિતગર વર્તુળોના જણાવ્યા મુજબ આ સર્વે પૂર્ણ થયે રાજ્ય સરકાર આગામી બે ત્રણ દિવસમાં રીપોર્ટ મુજબ માળીયા તાલુકા દુષ્કાળ ગ્રસ્ત જાહેરાત કરે તેવી શકયતા હોવાનું જણાવી રહ્યા છે.જો કે, હાલ સરકાર તરફથી ખેડૂતોના સર્વે માટે મામલતદારની ટીમ મોકલી છે ત્યારે ટીમ દ્વારા સાચી અને સચોટ જે સ્થિતિ છે તે સ્થિતિ દર્શાવવામાં આવતા માળીયા ખેડૂત હીત રક્ષક સમિતિ તેમજ તમામ ખેડૂત ભાઈઓ દ્વારા મામલતદાર કચેરીની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું ખેડૂત હિત રક્ષક સમિતિ માળીયા મીયાણાના પ્રભાતભાઈ ડાંગર ખાખરેચી વાળાની યાદીમાં જણાવાયું છે.

- text