મોરબીના જોધપર ગામની પ્રાચીન ગરબી : ગ્રામજનો પોતે જ ઢોલ ત્રાસા વગાડી ગરબા ગાઈ છે

- text


મોરબી : હાલના અર્વાચીન સમયમાં પ્રાચીન ગરબીઓ લુપ્ત થતી જાય છે. ત્યારે મોરબીના જોધપર ગામે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરીને પરંપરા જાળવી રાખવાનો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગરબીની વિશેષ વાત તો એ છે કે આ ગરબીમાં ગામના લોકો જ સંગીત વાદ્યમાં ઢોલ ત્રાંસા વગાડીને જાતે જ ગરબા ગાઈ છે.

આજકાલનો સમય દિવસેને દિવસે આધુનિક થતો જાય છે. હાથમાં રહેલી રેતી જેમ ઝડપથી સરકી જતી હોઈ એટલી જ ઝડપથી આધુનિક થઈ રહેલા આ સમયમાં નવરાત્રી માત્ર એક મનોરંજન બનતું જાય છે. ક્યાંકને ક્યાંક માતાજીની આરાધના ભુલાતી હોય તેવું લાગી રહ્યું છે. આજના સમયમાં પણ અમુક ગામો પરંપરાઓને જાળવી રાખતા હોય છે. એવું જ એક મોરબી જિલ્લાનું જોધપર (નદી) ગામ છે.
આજે પણ આ ગામમાં માતાજી આરાધના કરવા માટે પરંપરાગત અને પ્રાચીન ગરબી લેવામાં આવે છે એટલું જ નહીં ગામના લોકો જ ઢોલ ત્રાંસા વગાડે અને પ્રાચીન ગરબા ગાઈ છે.

- text

- text