મોરબીના રવાપર રોડ ઉપર કાર અથડાવા મામલે ધબધબાટી

- text


કાર અથડાવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં સમજાવા ગયેલા યુવાનનો હાથ ભાંગ્યો : સોનાનો ચેન પણ લૂંટાયો

મોરબી : મોરબીમાં મોડી રાત્રીના રવાપર રોડ ઉપર કાર અથડાવા જેવી નજીવી બાબતમાં માથાકૂટ થતા સમજાવટથી મામલો શાંત પાડવા ગયેલા યુવાનને અજાણ્યા નશાખોર શખ્સોએ લમધારી નાખી સોનાના ચેન તથા રોકડની લૂંટ કરતા ચકચાર જાગી છે, હાલ ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે અને પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ ચાલુ છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ રવાપર રોડ ઉપર સાડા દસેક વાગ્યાના સુમારે કાર અથડાવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા મામલો બીચકયો હતો જેમાં આશીષ મનસુખભાઈ સંઘાણી નામનો યુવાન સમજાવટથી મામલો થાળે પાડવા જતા અજાણ્યા નશાખોર શખ્સોએ ધોકા, પાઇપ ફટકારી યુવાનનું માથું ફોડી નાખ્યું હતું અને હાથ પણ ભાંગી નાખતા આ યુવાનને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.

- text

બીજી તરફ હુમલાખોરો નશો કરેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું છે અને આશીષ મનસુખભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ તેમનો સોનાનો ચેન અને રોકડ રકમ હુમલાખોર લૂંટી ગયા છે, જો કે હાલ પોલિસ ખાનગી હોસ્પિટલ પહોંચી છે અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

- text