કબૂતર બીલિંગ : મોરબીની સિરામિક સહિતની ચાર પેઢીઓ દ્વારા કરોડોની જીએસટી ચોરી

- text


રૂપિયા ૬.૯૨ કરોડની કરચોરી ઝડપતા દંડ વસૂલવા કાર્યવાહી

મોરબી : મોરબીની જુદી – જુદી ફેકટરીઓ દ્વારા ખોટા બિલો બનાવી જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની માહિતીને પગલે સ્ટેટ જીએસટી દ્વારા તપાસ કરી રૂ.૬.૯૨ કરોડની કરચોરી ઝડપી લઈ વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કબૂતર બાજી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જીએસટી ચોરી કરવા માત્ર ઈ-વે બીલ જનરેટ કરી મોટી રકમનો માલ ઉભા કરવામાં આવેલ બોગસ વેપારીઓને માલ સપ્લાય કર્યાનું દર્શાવી જીએસટીની ચોરી કરવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ સ્ટેટ જીએસટી બોગસ બીલિંગ કરતા વેપારીઓ ફેકટરીઓ ફરતે ગાળીયો મજબુત કર્યો હતો.

- text

વધુમાં રાજ્યભરમા આ રીતે ચોરી થતી હોવાનુ ધ્યાને આવ્યા બાદ રાજયભરમા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા મોરબીની ચાર ફેકટરીઓ જેમા સિરામિકની બે, એક કોટન ઓઈલ મીલ અને અન્ય એક ફેકટરીના સંચાલકો દ્વારા આ રીતે ચોરી કરી હોવાનું જણાતા રૂ. ૬.૯૨ કરોડના દંડની વસુલાત કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને પગલે કબૂતર બીલિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text