મોરબીથી રાજકોટ વચ્ચે દોડતી ડેમુ જૂનાગઢ સુધી લંબાવાશે : વિચારણા

મોરબી : રાજકોટ-મોરબી રાજકોટ વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને જૂનાગઢ સુધી લંબાવવા રેલવે દ્વારા ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.

હાલમાં રાજકોટ – મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને લંબાવવા રેલવે વિભાગ દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે જેમાં આ ડેમુ મોટેભાગે જૂનાગઢથી વહેલી સવારે ઉપડી વાયા રાજકોટ થઈ અંદાજે ૩.૫ થી ૪ કલાકમાં મોરબી પહોંચશે, આ વાતને રેલ્વેનાં સત્તાવાર સુત્રોએ સમર્થન આપતા જણાવ્યું હતું કે હાલમાં દરખાસ્ત વિચારણા હેઠળ છે.