ચેતજો, ભેજાબાજ ગઠિયા ચાઇનાના મશીનથી ગમે તે ATM કોપી કરી નવા બનાવી લેતા

- text


મોરબીમાં ATM ફ્રોડ કરનાર ચીટરોની ચોકવનારી કબૂલાત : હજુ ત્રીજા આરોપીની સંડોવણી ખુલી

મોરબી : મોરબીના અસંખ્ય લોકોના પરસેવાની કમાણીના રૂપિયા એટીએમ ફ્રોડ થકી ઉપાડી લેનાર હરિયાણાના સાતીર દિમાગ ગઠિયાઓએ ચિટિંગ કરવા ચાઇનાથી ખાસ  મશીન મંગાવી ગમે તે વ્યક્તિનું એટીએમનો ડેટા મેળવી લઈ બાદમાં ડુપ્લીકેટ એટીએમ બનાવી યેન કેન પ્રકારે પાસવર્ડ મેળવી ચિટિંગ કરતા હોવાની પોલીસને કબૂલાત આપી છે, ઉપરાંત અન્ય એક વ્યક્તિ પણ આ છેતરપિંડીમાં સામેલ હોવાનું કબૂલાત પોલીસે ત્રીજા ચીટરને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી શહેર જિલ્લાના ૪૩ લોકોના એટીએમ પાસવર્ડ મેળવી લઈ રૂપિયા રૂપિયા ૨૪,૬૬,૧૦૦ ની છેતરપિંડી કરનાર હરિયાણાના બે ગઠિયાઓને જુનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ મોરબી પોલીસે બન્ને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં બન્ને શખ્સોએ ચોકવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે ચિટિંગ કરવા માટે ચાઇનાથી ખાસ  મશીન મંગાવ્યું હતું જે એટીએમમાં ફિટ કરી દીધા બાદ કોઈ પણ એટીએમનો ડેટા મેળવી લઇ બાદમાં ડુપ્લીકેટ એટીએમ બનાવી લેતા અને એટીએમ ધારકો પાસેથી હોશીયારીથી પાસવર્ડ મેળવી લઈ નાણાં ઉપાડી લેતા હતા.

- text

મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે જુનાગઢ સીટી સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટ ના આધારે આરોપી સંદીપ રાજેન્દ્રભાઇ કૌશીક અને શાંતનું વિક્રમ અજય વિક્રમ શર્માનો કબજો લઈ રિમાન્ડ મેળવવામાં આવતા બન્ને આરોપીઓએ ચીનના મશીન દ્વારા ડેટા અને પાસવર્ડ મેળવ્યાનું કબુલી અન્ય આરોપીની સંડોવણી કબૂલ કરેલ છે જેથી ત્રીજા ચીટરને પકડી પાડવા પોલીસ પ્રયત્નશીલ છે.

આ સંજોગોમાં લોકોએ પણ જાગૃત બની કોઈપણ અજાણ્યા વ્યક્તિનો ભરોસો કરી પાસવર્ડ ડિટેઇલ આપતા પહેલા ચેતવું જરૂરી હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text