ભારે કરી, મોરબીમાં વેપારી શોરૂમને તાળા મારવાનું ભૂલી ગયા અને ઉજાગરો પોલીસે કર્યો

- text


રવાપર રોડ પર વસંત પ્લોટમાં શોરૂમના તાળા ખુલ્લા હોવાનું જાગૃત યુવાનોના ધ્યાને આવતા માલિકને ફોન કર્યો :અંતે પોલીસ બોલાવવી પડી

મોરબી : મોરબીમાં રામરાજ હોવાની પ્રતીતિ કરાવતા એક કિસ્સામાં ગઈકાલે રવાપરરોડ ઉપર વસંત પ્લોટમાં એક શોરૂમના તાળા ખુલ્લા હોવાનું જાગૃત યુવાનોના ધ્યાને આવતા પહેલા શોરૂમના માલિકને ફોન કરી જગાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફોનનો પ્રત્યુત્તર ન માલ્ટા અંતે પોલીસને જાણ કરતા પોલીસ ધંધે લાગી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટમાં ચકિયાં હનુમાન મંદિર નજીક આવેલ માહી સિલેક્શન નામના શોરૂમના માલિક શોરુમને તાળા માર્યા વગર ચાલ્યા ગયા હતા. જો કે, સદનસીબે દરરોજ અહીં બેસતા યજ્ઞેશ જાની, ચિરાગ ઓઝા અને જીતુભાઇ સોમૈયા નામના યુવાનના ધ્યાને આ બાબત આવતા તેઓએ તુરત જ શોરૂમ માલિકના મોબાઈલ નંબર ઉપર કોલ કરી શોરૂમ ખુલ્લો હોવા અંગે જાણ કરવા પ્રયાસ કર્યો હતો પણ વેપારી મહાશયે ફોન રિસીવ કર્યો ન હતો.

- text

જો કે, બાદમાં આ જાગૃત યુવાનોએ તુરત જ 100 નંબર ઉપર ફોન કરી પોલીસને સમગ્ર મામલે જાણ કરતા તુરત જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને માય સિલેક્શન દુકાનના માલિકને જગાડવા પ્રયાસ કર્યો હતો, આમ શોરૂમ માલિકની ભૂલને કારણે જાગૃત યુવાનો અને પોલીસને રાત ઉજાગરો વેઠવો પડ્યો હતો.

- text