કબૂતર બિલ, મોરબીથી બોગસ બિલના આધારે તેલંગાણા મોકલાતી ટાઈલ્સની 23 ટ્રક ઝડપાઇ

- text


સોનગઢ ચાર રસ્તાથી પલાસણા વચ્ચે સિરામિકની ૨૩ ટક ઝડપાતા કબૂતરબાજી કરનારા ભૂગર્ભમાં : રાજકોટમાં માત્ર કાગળ પર કંપની બનાવી SGST ચોરીનું કારસ્તાન ખુલ્લું પડ્યું

મોરબી : હેમ નહિ સુધરેંગે।… મોરબીમાં વર્ષોથી કબૂતર બિલની સાંકેતિક ભાષામાં ટેક્સ ચોરી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે જેમા જીએસટી અમલ બાદ ચોરીનું પમાણ ઘટી જશે તેમ માનવામાં આવતું હતુ પણ જીએસટીમાં પણ જે વેપારીઓને ચોરી જ કરવી છે તેઓ દ્વારા છીંડા શોધી વેપાર કરવામાં આવતી રહ્યો છે ત્યારે મોરબીથી તેલગાણા જતી ૨૩ સિરામિક ટ્રકોને સ્ટેટ જીએસટીએ સોનગઢ ટોલનાકા અને પલાસણા વચ્ચેથી બોગસ બીલો સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે.

- text

જીએસટી કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં માત્ર કાગળ પર કંપની બનાવી તેના ઈનવોઈસના આધારે સિરામિકની ૨૩ ટ્રકો તેલંગાણા રવાના કરવામાં આવી હતી પણ આ ટ્રકો તેલંગાણા પહોંચે તે પહેલા સોનગઢ થી પલાસણા વચ્ચેથી આ તમામ ટ્રકોને ઝડપી લેવામાં આવી હતી અને ઈનવોઈસના આધારે તપાસ કરવામા આવતા રાજકોટમાં આવી કોઈ કંપની જ કાર્યરત ન હતી અને તેના નામે ઈનવોઈસ પણ બોગસ બનાવવામા આવ્યા હોવાનું ફલિત થયું હતું.આથી સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા હાલ ટ્રકો ડીટેઈન કરી મોરબીથી કઈ સિરામિક ફેકટરીમાંથી આ ટ્રકોમાં સિરામિક ટાઈલ્સ લોડ કરવામાં આવી હતી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અને તપાસનો રેલો મોરબી સુધી પહોંચ્યો છે.

સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા પણ હાઈવે ૫૨ પેટ્રોર્લીગ કરવામાં આવી રહ્યું છે.છતાં પણ ફુટેલા તંત્રના કારણે જીએસટી ચોરી પહેલાની માફક જ કરવામા આવી રહી હોવાનું અને કબૂતર બિલના આધારે દરરોજ લાખોની જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

- text