ઉપરવાળા મૂકે પણ પોલીસવાળા ન મૂકે, મોરબીમાં ભોળાનાથનો નાગ ચોરનાર ઝડપાયો

- text


મોરબીના નરસંગ મંદિરેથી ચાંદીના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી : મોરબીના નરસંગ મંદિરે ચાંદીના ઘરેણાની ચોરી કરનાર રાજકોટના સોની શખ્સને એ ડિવિઝન પોલીસે ગ્રીન ચોક પાસેથી ચાંદી સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રવાપર રોડ પર આવેલા નરસંગ મંદીરમાંથી ભગવાન ભોળાનાથના નાગની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ પરથી તસ્કરના બાઈક નંબર મેળવ્યા હતા. જેના આધારે પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને ગ્રીન ચોક પાસે કુબેરનાથ રોડના નાકેથી આ કામના રાજકોટ બેડીનાકે રહેતા આરોપી વિવેક ઉર્ફે કાનો નરેશભાઈ રાણપરાને ચોરાઉ ચાંદીના ઘરેણા ૯૦૦ ગ્રામના ઢાળીયા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text