વાંકાનેરના વઘાસિયા ગામના શખ્સ સહિતના ૩ ઈસમો ૪ દેશી બંદૂક સાથે ઝડપાયા

- text


રાજકોટમાં હથિયારનો સોદો થાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે શખ્સોને દબોચી લીધા

રાજકોટઃ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દેશી બનાવટની ત્રણ પિસ્ટલ, એક નંગ તમંચો તેમજ ૨૦ જેટલા જીવતા કારટીસ સાથે વાંકાનેરના વઘાસિયા ગામના શખ્સ સહિત કુલ ૩ શખ્સને પકડી પાડવામાં આવ્યા છે. વઘાસિયા ગામનો આ શખ્સ રાજકોટમાં હથિયારનો સોદો કરવા આવ્યો હતો ત્યારે પોલીસે તેને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

રાજકોટમાં ગુન્હેગારોને જાણે પોલીસનો કોઈ ભય ન હોય તેમ ખુલ્લેઆમ ગુન્હાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે પોલીસે બાતમીના આધારે શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ગાર્ડનમાં હથિયાર વેચવા માટેનો સોદો કરવા આવનાર વઘાસિયા ગામના જાલા ભરવાડ નામના ઈસમ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઈસમ સાથે ગાર્ડનમાંથી ભલા મૂંધવા અને કાનજી ચાવડા નામના ઇસમોની પણ પોલીસે ધરપકડ કરી છે. જેમાં જાલા નામના ઈસમ પાસેથી પોલીસે બે દેશી બનાવટની પિસ્ટલ તેમજ ભલા પાસેથી એક પિસ્ટલ અને કાનજી પાસેથી દેશી બનાવટનો તમંચા સાથે 20 જેટલા જીવતા કાર્તિસ પોલીસે જપ્ત કર્યા છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વાંકાનેરના વઘાસિયા ગામનો શખ્સ અગાઉ પણ ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુન્હામાં ઝડપાઇ ચુક્યો છે.

- text