મોરબી : સર્વોપરી સ્કૂલમાં જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


જિલ્લાની ૪૯ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ૪૯ કૃતિઓ રજૂ : ૫૨૦૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું

મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવેલ સર્વોપરી વિદ્યા સંકુલ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું જિલ્લા કક્ષાનું ત્રી દિવસીય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું યોજાયું હતું જેમાં ૪૯ શાળાઓ દ્વારા ૪૯ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જિલ્લાકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નવા સાદુળકાની સર્વોપરી શાળા સંકુલ ખાતે યોજાયું હતું જેમાં પ્રદુષણ નિયંત્રણ, કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાપન, કચરો-બિનજરૂરી વસ્તુઓનું વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાયન-ગણીતિક નમૂના નિર્માણ સહિતની અવનવી ૪૯ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

- text

સર્વોપરી સ્ફુલ ખાતે યોજાયેલ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જુદી જુદી શાળાના ૫૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો એ તકે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, મામલતદાર નયનાબેન રાવલ અને તાલુકા વિકાસ અધિકારી પી.એ. ગઢવી, નરેશભાઈ સાણજા, એ.પી.મહેતા, આર.પી.મેરજા, જે.એસ. પડસુંબિયા, એન.એચ. દેથરિયા, એસ.એસ. મારવણીયા અને બી.એન. વિડજા ઉપસ્થિત રહયા હતા.

પ્રદર્શનને સફળ બનાવવા વ્યવસ્થાપન સમિતિના નરેશભાઈ સાણજા, અતુલભાઈ પાડલીયા, રાજુભાઇ વડગાસીયા, દિલીપભાઈ ગાઢિયા, અશોકભાઈ કાંજીયા સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text