મોરબી : નર્મદા કેનાલમાં પાણી ચોરી મામલે ૧૪૯ દેડકા, ૮૦ મશીન ઉપાડી ૧૨૦ વિજજોડાણ કટ્ટ કરાયા

- text


જિલ્લા કલેકટર દ્વારા ત્રણ ટીમોની રચના કરી હિસાબ મંગાતા બાબુઓ દોડતા થયા

મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા કેનાલમાં પાણી ચોરી મામલે જિલ્લા કલેકટર લાલઘૂમ બનતા સરકારી બાબુઓ એ.સી. ચેમ્બર છોડી દોડતા થતા બે દિવસમાં ૧૪૯ દેડકા, ૮૦ મશીન, ઉપડાવી પાણીચોરોના ૧૨૦ વીજજોડાણ કટ્ટ કરી નાખવામાં આવતા પાણી ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. મોરબી જિલ્લા કલેકટર કચેરીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાની ત્રણેય બ્રાન્ચ કેનલોમાં ઉપરવાસ થતી પાણી ચોરી અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા તાકીદની અસરથી ત્રણ ટીમોની રચના કરી રાઉન્ડ ધ ક્લોક દોડાવવામાં આવતા બે દિવસમાં જ ૮૦ ઓઇલ એન્જીન, ૧૪૯ દેડકા ઉપડાવી લઈ ૫૫ બકનળી કુહાડાના ઘા ઝીકી કાપી નાખવામાં આવી છે.

- text

આ ઉપરાંત ગઈકાલે નિવાસી અધિક કલેકટર કેતન જોશીની અધ્યક્ષતામાં મળેલી ત્રણેય ટીમોની સમીક્ષા બેઠકમાં ૧૨૦ વીજ જોડાણ કટ્ટ કરવામાં આવ્યા હોવાનું જાહેર કરી આજ સાંજ સુધીમાં ખીરઇ સુધી પાણી પહોંચી જવાની આશા સતાવાર સૂત્રોએ વ્યક્ત કરી હતી.

 

- text