મોરબી : વિજ્ઞાનમેળામાં વી.સી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની હેટ્રિક

- text


વીસી હાઉસ્કૂલના વિદ્યાર્થીઓની ત્રણ કૃતિઓ જિલ્લા કક્ષા માટે પસંદગી પામી

મોરબી : તાજેતરમાં જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાએટ રાજકોટ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબીના ઉપક્રમે ઉમા વિદ્યા સંકુલમાં શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ દ્વારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં આશરે ૬૭ શાળાઓએ ભાગ લીધેલ હતો, તે પૈકી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં મોરબી શહેરની ધી વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ત્રણ ત્રણ કૃતિઓમાં અવલ્લ આવી રંગ રાખ્યો હતો.

- text

આ પ્રદર્શનમાં વી. સી. હાઈસ્કૂલ દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના અલગ અલગ વિભાગમાં ત્રણ કૃતિઓ મૂકવામાં આવેલ હતી અને આ ત્રણેય કૃતિઓ પ્રથમ ક્રમે આવીને જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે. જેમાં પ્રથમ વિભાગમાં કૃષિ ઉપયોગી વર્કિંગ રોબોટ નામની કૃતિ જીતિયા દિનેશ અને કાસુંદ્રા હિત દ્વારા શિક્ષક પુનિતભાઈ વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ, બીજા વિભાગમાં વ્યસનમુક્તિ તરફ એક કદમ – હર્બલ માવોના નામે મહેતા દર્શના અને વાઘેલા પ્રિયંકા દ્વારા શિક્ષક અમિતભાઇ તન્ના ના માર્ગદર્શન હેઠળ અને પાંચમા વિભાગમાં લાઈ ફાઈ સિસ્ટમ નાં નામે ઝાલા અનુરાગ અને જીતિયા શૈલેષ એ શિક્ષક સુધીરભાઇ ગાંભવાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. આ ત્રણેય કૃતિઓ આગામી ૨૭, ૨૮, અને ૨૯ સપ્ટેમ્બર ના રોજ નવા સાદુળકાની સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં યોજાનાર જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં શાળા તેમજ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ બાબતે શાળાના આચાર્ય બી.એન.વીડજાએ શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી છે અને ભવિષ્યમાં પણ જિલ્લાકક્ષાએ સારો દેખાવ કરી આ કૃતિઓ અગ્રેસર રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.

- text