૧૦૦ ટકા પરિણામ લાવનાર વાંકાનેરની એલ.કે.સંઘવી હાઈસ્કૂલનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

- text


વાંકાનેર : ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજીત વિઘાભારતી મેઘાવી છાત્ર અલંકરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વાંકાનેરની એલ.કે.સંધવી ગર્લ્સ હાઇસ્કુલનું એસ.એસ.સી માર્ચ ૨૦૧૮ માં ૧૦૦ % પરિણામ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મેધાવી પૂર્વ છાત્ર અંલકરણ કાર્યક્રમમા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે વાંકાનેરની એલ.કે.સંઘવી ગર્લ્સ હાઇસ્કુલને એસએસસી માર્ચ ૨૦૧૮ માં ૧૦૦ % પરિણામ પ્રાપ્ત કરી સમગ્ર પ્રાંતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ શાળાના ઇન્ચાર્જ પ્રઘાનાચાર્ય દર્શનાબેન જે જાનીનું સન્માન કરવામાં આવેલ, સાથો સાથ આ વિઘાલયની બુધ્ધદેવ ટીશા એ એસ.એસ.સી. માર્ચ ૨૦૧૮ માં ૯૬ % પ્રાપ્ત કરી વિજયભાઇ રૂપાણીના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યુ હતું ઉપરાંત આ વિદ્યાલયની પૂર્વ છાત્રા રૂચા પ્રવિણચંદ્ર આશર એમ.ડી.પેથોલોજીસ્ટ તથા ગણાત્રા ઝંખના ચાટર્ડ એકાઉન્ટનીં પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સન્માન પ્રાપ્ત કર્યુ હતું.

- text

આ સન્માન કાર્યક્રમમાં ઇન્ચાર્જ પ્રઘાનાચાર્ય દર્શનાબેન જે જાની, જયંતિભાઇ પડસુંબિયા, શાળાના ટ્રસ્ટી અમરસીભાઇ મઢવી, શાળાના અન્ય સ્ટાફ સોનલબેન ઠુંમર, ગિરાબેન ગોડા, મૌલિકભાઇ વ્યાસ કાર્યક્રમમાં હાજર રહેલ. તેમની આ સિધ્ઘી મેળવવા બદલ પ્રમુખ લલિતભાઈ મહેતાએ તથા ટ્રસ્ટી ગણે અભિનંદન પાઠવેલ હતા.

- text