GPCB એક્સનમાં : મોરબીમાં વધુ ચાર સિરામિક ફેકટરીઓને ક્લોઝર નોટિસ

- text


રેક્સટ્રોન, ફ્લેક્સો પ્લસ, લારસન અને સોલારીયમ સિરામિક ઝપટે

મોરબી : મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં પ્રદુષણનું પ્રમાણ અત્યંત ગંભીર હદે વધવા પામતા અંતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક પગલાં ભરવા શરૂ કર્યા છે, અગાઉ ૯ ફેકટરીઓ ક્લોઝર નોટિસ ફટકાર્યા બાદ જીપીસીબી દ્વારા વધુ ચાર સિરામિક ફેકટરીઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતા સિરામિક ઉદ્યોગ જગતમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી વર્ષો બાદ હરકતમાં આવી છે અને સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ પ્લાન્ટના ઝેરી કેમિકલ યુક્ત કડદાનો જાહેરમાં નિકાલ કરતા કારખાનેદારો પર તવાઈ ઉતર્યા બાદ હવે ધડા – ધડ ક્લોઝર નોટીસો ફાટકારવાનું શરૂ કર્યું છે, જેમાં વધુ ચાર ફેકટરી માલિકોને આકરો ડોઝ આપવામાં આવ્યો છે.જીપીસીબી દ્વારા રેક્સટ્રોન સિરામિક, ફ્લેક્સો પ્લસ સિરામિક, લારસન સિરામિક અને સોલારીયમ સિરામિક નામની ચાર ફેક્ટરીમાં સર્વે કર્યા બાદ પ્રદુષણ ફેલાવતી હોવાનું સામે આવતા ચારેય ફેક્ટરીઓને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મોરબી પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા પ્રદુષણ ફેલાવનાર એટોમ સિરામિક, કાવેરી સિરામિક, કાસ્વા ટાઈલ્સ પ્રા. લી. જીગોન સિરામિક પ્રા લી, શિવ ઇન્ડસ્ટ્રીઝ, સ્વાગત સિરામિક, લેન્ડમાર્ક ટાઈલ્સ પ્રા. લી. મેગાટ્રોન સિરામિક અને લેકટોન ટાઈલ્સ મળી કુલ નવ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી હતી.

આમ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહ્યા બાદ અચાનક જ જીપીસીબી દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવતા પ્રદુષણ ફેલાવતી સિરામિક ફેકટરી માલિકોમાં ફફડાટ મચી ગયો છે.

file photo

- text