હાર્દિકના સમર્થનમાં નસીતપરથી મહેન્દ્રનગર સુધી વિશાળ પદયાત્રા

- text


પાટીદારોની પદયાત્રા રેલીને પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત : એસપી સહિતનો કાફલો ખડેપગે

મોરબી : મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં આજે નસીતપરથી મોરબી મહેન્દ્રનગર સુધી માં ઉમા ખોડલના રથ સાથે પદયાત્રાનું આયોજન કરાતા સેંકડો પાટીદાર યુવાનો, મહિલાઓ પદયાત્રામાં જોડાયા હતા અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરે આ પદયાત્રા સનાળા ગામે પહોંચી હતી.

મોરબી જીલ્લા પાસ સમીતી દ્વરા હાર્દીક પટેલના આંદોલનના સમર્થનમાં ટંકારા તાલુકાના નસીતપર ગામથી માં ઉમા-ખોડલનો રથ લઇ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમીયા માતાજી મંદીર ( રામઘન આશ્રમ ) સુધી મોરબી જીલ્લા પાસ સમીતી દ્વારા પદયાત્રા નુ આયોજન કરાયું હતું જેમાં સવારે ૮ વાગ્યે નસીતપરથી પદયાત્રા રવાના થઈ હતી અને રાજપર ખાતે પહોંચતા મોટી સંખ્યામાં યુવાનો આ પદયાત્રામાં જોડાયા હતા.

- text

દરમિયાન મોરબી જિલ્લા પાસ સમિતિ આયોજિત આ પદયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા સહિતનો કાફલો સવારથી જ સતત બંદોબસ્તમાં છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વધુમાં આ પદયાત્રા બપોરે રાજપરથી સનાળા ગામે પહોંચતા અહીંથી ટંકારા અને મોરબીના પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સનાળાથી આ પદયાત્રા મોરબી શહેરમાંથી પસાર થઈ મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ પહોંચશે જ્યાં સંધ્યા આરતી બાદ માં ઉમા – ખોડલ પદયાત્રા સંપન્ન થશે.

- text