હડમતિયા : કન્યા-કુમારશાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ

- text


ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્રિતિય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે અેક દિવસ વિધાર્થી મટીને બાળકોઅે શિક્ષકની ભુમિકા અદા કરી

હડમતિયા : ભારતના બીજા રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્વજ્ઞાની, ભારતીયસંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫ સપ્ટેમ્બર અેટલે “શિક્ષકદિન” તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષક્ગણને સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે

- text

ત્યારે ટંકારા તાલુકાના હડમતિયા કન્યા-કુમારશાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે “શિક્ષકદિન” તરીકે ઉજવણી કરવામા આવી હતી. ત્યારે બાળકોઅે અેક દિવસ વિધાર્થી મટીને શિક્ષકની ભુમિકા અદા કરી હતી બાકીના વિધાર્થીઅોને સવારના કાર્યક્રમને લઈને સાંજના ૫ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો અંતમાં વિધાર્થીઅોને પોતાના ભાવ-પ્રતિભાવ રજુ કર્યા હતા અને તમામ વિધાર્થીઅોના ચહેરા હર્ષથી પ્રફુલિત જોવા મળ્યા હતા. અંતમા શિક્ષક બનેલા બાળકોને કન્યા તા. શાળાના આચાર્યશ્રી મનહર ફુલતરીયા તેમજ કુમારશાળાના આચાર્યશ્રી નરેન્દ્ર ધાનજા સાહેબ તેમજ શિક્ષકગણે અેક દિવસ શિક્ષક બનેલા શિક્ષકોને તેમજ વિધાર્થીઅોને અભિનંદન પાઠવ્યા હતા.

- text