મોરબી નગરપાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાનું દુઃખદ અવસાન : પાલિકા કચેરીએ બંધ પાળ્યો

મિલનસાર સ્વભાવના નરેન્દ્રસિંહને બે દિવસ પેહલા આવેલો સિવિયર હાર્ટએટેક જીવલેણ સાબિત થયો

મોરબી : મોરબી નગર પાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાને બે દિવસ પેહલા આવેલો સિવિયર હાર્ટએટેક બાદ આજે તેમનું સારવાર દરમિયાન અવસાન થતા નગર પાલિકાના કર્મચારીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.નરેન્દ્ર સિંહ જાડેજાની સ્મશાન યાત્રા 10.30 તેમના નિવાસ સ્થાન થી નીકળશે. જયારે નરેન્દ્રસિંહના અવસાનના પગલે પાલિકા કચેરીએ બંધ પાળ્યો હતો.

મોરબી નગર પાલિકાના ટેક્સ સુપ્રિ. અને મોરબી નગર પાલિકા કર્મચારી યુનિયનના પ્રમુખ તેમેજ ગુજરાત નગરપાલિકા એમ્પ્લોય યુનિયન ના ઉપપ્રમુખ નરેન્દ્ર સિંહ બી. જાડેજાને બે દિવસ પેહલા અચાનક જ સિવિયર હાર્ટએટેક આવતા તેમને પ્રથમ મોરબી બાદ વધુ દરવાર અર્થે રાજકોટ લઇ જવાયા હતા. પરંતુ આજે તેમની ટૂંકી સારવાર દરમિયાન તેમનું અવશાન થયું હતું. નરેન્દ્રસિંહના અચાનક અવસાનથી મોરબી નગર પાલિકાના કર્મચારીઓની સાથે નગર પાલિકા સાથે જોડાયેલા તમામ લોકોમાં અરેરારી વ્યાપી ગઈ હતી. મિલનસાર સ્વભાવના નરેન્દ્રસિંહ જાડેજાએ નગરપાલિકામાં પોતાની સેવા આપવાની સાથે પલોકના કર્મચારીઓના પડતર પ્રશ્નો અને 7 માં પગારપંચ મામલે કર્મચારીઓ માટે સરકાર સામે આંદોલન કરવામાં મહત્વનો ભાગ ભજવેલ હતો.