મોરબીમાં જાહેરમાં કદળો નિકાલ કરનાર બે સિરામિક ફેકટરી વિરુદ્ધ ફોજદારી : પ્રદુષણ બોર્ડનું આકરૂ પગલું

- text


જેતપર રોડ ઉપર ટેન્કરમાંથી જાહેરમાં કદળો ઠલવાઇ તે પૂર્વે જીપીસીબીનું ઓપરેશન : પોલીસ ફરિયાદ

મોરબી : મોરબીમાં પર્યાવરણ અને મનુષ્યજાતિ માટે અત્યંત જોખમી એવા કોલગેસ કદળાનો જાહેરમાં નિકાલ કરતા સીરામીક એકમો સામે અંતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે લાજ શરમ છોડી ઇતિહાસમાં પહેલીવાર બે ટેન્કર પકડી પાડી બે સિરામિક ફેકટરી વિરુદ્ધ ફોજદારી ગુન્હો દાખલ કરાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબીના જેતપર રોડ ઉપર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ રેડ પાડી કોલગેસ પ્લાન્ટનું ઝેરી ગંદુ પાણી જાહેરમાં નદીમાં ફેકવા જતા બે ટેન્કર ચાલકોને પકડી લીધા હતા.

- text

વધુમાં જીપીસીબીની ટીમે કોલગેસ પ્લાન્ટમાંથી નીકળતા અત્યંત ઝેરી એવા ૧૮૫૦૦ લીટર પ્રવાહી ભરેલ બે ટેન્કર પકડ્યા હતા અને પકડાયેલા ટેન્કર ચાલકોની પૂછપરછમાં આ ઝેરી કદળો મેગાટ્રોન સિરામિક અને લેકટોન સિરામિક પ્લાન્ટનો હોવાની કબૂલાત આપતા ટાઈલ્સના માલિક સામે જીપીસીબી ટીમ દ્વારા ફોજદારી ગુનો નોંધાવી પર્યાવરણને નુકશાન પહોંચાડવાની કલમ મુજબ કાર્યવાહી કરી બન્ને ટેન્કર ડ્રાઈવર સહીત ચાર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં કાનૂની કાર્યવાહી કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે માત્ર પાંચ દસ લાખ બચાવવા માટે સમસ્ત માનવજાતિ અને પશુને હાની કરે તેવા ઝેરી કોલગેસ કદડાનો જાહેરમાં નિકાલ કરવો સિરામિક ફેકટરી માલિકો માટે સામાન્ય વાત બની ગઈ છે ત્યારે આજે જીપીસીબી એક્શન મોડમાં આવી ઇતિહાસમાં પ્રથમવાર ફોજદારી નોંધાવતા મોરબીના સીરામીક ઉદ્યોગકારોમાં દોડધામ મચી ગઇ છે.

- text