મોરબીના ફાયર સ્ટેશનની કથળેલી હાલત નગરજનો માટે જોખમ સમાન

- text


મોરબી : વિશ્વના નકશામાં ઔધોગિક દ્રષ્ટીએ અગ્રેસર રહેતું મોરબી સુરક્ષાની દ્રષ્ટી એ ક્યાંકને ક્યાંક પાછળ રહી ગયું છે હજારો ઔધોગિક એકમો અને સેંકડો બહુમાળી ઇમારતો થી ઘેરાયેલું મોરબી ફાયર બ્રિગેડની સુવિધામાં અત્યંત કંગાળ છે આજે પણ જર્જરિત બિલ્ડીંગમા કાર્યરત મોરબીનું ફાયર સ્ટેસન જુના પુરાણા ફાયર ફાયટર , સ્ટાફની અછત તેમજ અપૂરતી ક્ષમતાના લીધે મોટી આગ દુર્ઘટનાને કાબુમાં કરવા અસમર્થ છે જેના લીધે હજારો લોકોના જીવ તેમજ કરોડોની ઔધોગિક મશીનરી રામ ભરોશે છે.

મોરબીના ફાયર સ્ટેસનની બિલ્ડીંગ અત્યંત કંગાળ સ્થતિમાં જોવા મળે છે. બિલ્ડીંગમાં કાર્યરત ફાયર સ્ટેસનની સ્થિત પણ કઈક આ બિલ્ડીંગ જેવી જ જર્જરિત છે આગ જેવી દુર્ઘટના સમયે મોરબી જીલ્લા ના લોકો અને જાનમાલ ની રક્ષણ કરવાની જવાબદારી જેમના ઉપર છે એવી ફાયર બ્રિગેડ જ જર્જરિત છે. મોરબી ફાયર સ્ટેસન માં ફાયર ફાયટરો ની સંખ્યા જરૂર કરતા ત્રીજા ભાગ લની જ છે તો મોટા ભાગના ફાયર ફાયટર જુના પુરાણા છે એ ખરા સમયે કામ આપશે કે કેમ એ કહેવું પણ મુશ્કેલ છે.સ્ટાફ તો નામનો જ છે માત્ર પાંચ તાલીમ બદ્ધ સ્ટાફ છે જે હાલમાં મોરબી જીલ્લાના લોકોની જન માલની સુરક્ષા માટે જજુમી રહ્યા છે તો મોરબી ફાયર સ્ટેસન પાસે માત્ર ૨૫ ફૂટ જેટલી ઉંચાઈ સુધીની જ આગ પર કાબુ મેળવી શકવાની ક્ષમતા છે શહેર મધ્યે આવેલ આ કચેરી માંથી જયારે પણ ઔધોગિક વિસ્તાર માં આગ ની ઘટના બને ત્યારે તાત્કાલિક પહોચવું જરૂરી હોય છે પણ શહેર નો ટ્રાફિક ક્યાંક ને ક્યાંક આ ફાયર કર્મચારીઓ માટે માથાના દુખાવા રૂપ બને છે અને પરિણામ સ્વરૂપ જ્યાં હજારો ના નુકશાન થી પતવાનું હતું ત્યાં ફાયર મોડું પહોચવાના કારણે નુકશાની લાખો માં પહોચી જાય છે 

- text

૧૯૭૯ માં જળ પ્રલય માં નાશ પામેલ મોરબી એ ૩૯ વર્ષો માં અપ્રિતમ વિકાસ કર્યો છે શહેર ચારે બાજુ વિકાસ પામ્યું છે અને હજારો ઉદ્યોગો મોરબી માં કાર્યરત છે સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ થકી વિશ્વ માં નામના મેળવનાર મોરબી શહેર ની જનતા  અને ઔધોગિક વિસ્તાર ની મશીનરી આજે પણ રામ ભારોશે છે ઔધોગિક વિકાસ ની હરણ ફાળ અને મોરબી ની વધતી જતી ગીચતા એ શહેર ને પણ કોન્ક્રીટ નું જંગલ બનાવી દીધું છે શહેર માં હજારો બહુમાળી ઇમારતો આકાર લઇ ચુકી છે તો અનેક બહુમાળી ઇમારતો ના કામ આજે પણ ચાલુ છે શહેર ના મોટા ભાગ ના લોકો આજે બહુમાળી ઈમારતો માં રહે છે લગભગ ૩ લાખ થી વધુ વસ્તી આજે મોરબી શહેર ની છે તો સમગ્ર જીલ્લા ની વાત કરીએ તો લગભગ ૧૦ લાખ ની વસ્તી મોરબી જીલ્લા માં વસવાટ કરે છે પરંતુ મોટી આગ જેવી દુર્ઘટના સમયે મોરબી વાસીઓ ના જીવ કે ઔધોગિક વિસ્તાર ની કરોડો ની મશીનરી ના રક્ષણ માટે મોરબી ની ફાયર બ્રિગેડ સુવિધા અત્યંત કંગાળ છે શહેર માં લગભગ ૧૦૦ થી ૧૪૦ ફૂટ સુધી ની અનેક ઈમારતો છે જ્યાં ફાયર સેફટી ની સુવિધા પણ નથી અને આગ ના સમયે આ આગ પર કાબુ મેળવવાની ક્ષમતા મોરબી ના ફાયર સ્ટાફ પાસે પણ નથી

મોરબી જીલ્લામાં ફાયરની સુવિધા ખુબ જ કંગાળ હોવાનો સ્વીકાર ખુદ મોરબી નગરપાલિકા ના ચીફ ઓફીસર પણ કરી રહ્યા છે જીલ્લા માં મોરબી અને વાંકાનેર બે જ તાલુકા માં ફાયર સ્ટેસન આવેલા છે એમાં પણ વાંકાનેર ફાયર સ્ટેસન તો માત્ર નામનું જ છે સમગ્ર જીલ્લા ની જવાબદારી મોરબી ફાયર સ્ટેસન પર જ છે ત્યારે દુનિયા ના નકશા માં અગ્રગણ્ય એવા મોરબી માં અબજો રૂપિયા ના ટાઈલ્સ અને ઘડિયાળ ઉદ્યોગ તેમજ મોરબી જીલ્લા ની જનતા હાલ તો ભગવાન ભરોશે જ છે પરંતુ જ્યાં સુધી સરકાર ના જાગે ત્યાં સુધી મોરબી વાસીઓ ના જાનમાલ ની સુરક્ષા પર નો સવાલ ઠેર નો ઠેર છે પાલિકા તંત્ર દ્વારા પણ સરકાર ને આ બાબતે દરખાસ્ત  કરવામાં આવી છે  પણ જાણે કે સકરાર કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહી હોય એમ મોરબી ના ફાયર સ્ટેસન ને આધુનિક કરવાનું માત્ર સપનું જ રહેવાનું છે

- text