માળીયાના દહીંસરામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી : ૧૬.૫૩ લાખના મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

માળીયા પોલીસનું સુપર ડુપર ઓપરેશન : ચાર આરોપી ભાગી ગયા : અન્ય બે આરોપીના નામ પણ ખુલ્યા

માળીયા : માળીયાના અણિયારી ટોલનાકેથી ગઈકાલે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયાની ગણતરીની કલાકોમાં જ માળીયા મિયાણા પોલીસે સુપર ડુપર ઓપરેશન હાથ ધરી દહીંસરા નજીક દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ રૂપિયા ૬,૭૮,૯૦૦ ના વિદેશી દારૂ સહિત ૧૬.૫૩ લાખના મૂળમાલ સાથે ત્રણ આરોપીને દબોચી લેવામાં સફળતા મેળવી હતી, જો કે દરોડા દરમિયાન ચાર આરોપીઓ નાસી છૂટ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક બનો જોષીના માર્ગદર્શન હેઠળ
દારુ-જુગારના કેશો શોધી કાઢવા કાર્યવાહી કરવા સુચના મળતા માળીયા મિયાણા પોલીસ સ્ટાફે પો.સબ.ઇન્સપેક્ટર જે.ડી.ઝાલાની બાતમી આધારે સર્કલ પો.ઇન્સ. આઇ.એમ.કોંઢીયા સાથે રહી માળીયા પોલીસ સ્ટેશનના પો.કોન્સ. ભરતભાઇ ઘેલાભાઇ, રમેશભાઇ ઇશ્વરભાઇ રાઠોડ, મહિપતસિંહ હરિસિંહ સોલંકી અને જયદેવસિંહ વનરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં માતાજીના મંદીરની પાસે રેઇડ કરી હતી.

રેઇડ દરમિયાન આરોપી (૧)સિધ્ધરામસિંહ હરીશચન્દ્રસિંહ ગોહીલ રે. અંજાર (૨) ભવાનભાઇ મુળજીભાઇ ગોહીલ રે. મેઘપર તા.ભચાઉ (3) દિવ્યરાજસિંહ જયુભા જાડેજા રે. મોટાદહીંસરા તા માળીયા વાળા કન્ટેનર નં MH 04 DK 7942 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ટ્રેલર – બોલેરો જીપર્મા હેરફેર (કટીંગ) ઝડપી લેવામાં આવ્યા હતા અને ભારતીય બનાવટનો વિદેશી દારુ ની બોટલો નંગ- ૨૦૭૨ કી. રૂ. ૬,૭૮,૯૦૦ મુદામાલ તથા ટ્રેક્ટર લાલ ક્લરનું મહીન્દ્રા બાઇક તેમજ કન્ટેનર નં MH 04 DK 7942 સાથે મળી કૂલ મુદામાલ રુ.૧૬,૫૩,૪૦૦ નો મુદામાલ જપ્ત કરેલ હતો.

વધુમાં રેઇડ દરમ્યાન
(૧) અજયસિંહ ભાવુભા જાડેજા (૨) હરદેવસિંહ ભાવુભા જાડેજા (૩) જગતસિંહ જયુભા જાડેજા અને (૪) નીર્મલસિંહ મંગળસિંહ ઝાલા નામના ચાર આરોપીઓ નાસી છુટતા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉપરાંત વિદેશી દારૂનો આ જથ્થો આરોપી (૧) સહદેવસિંહ રહે.મુન્દ્રા જી-કચ્છ અને (ર) પ્રદીપભાઇ ફડકે રહે.ગોવા વાળાના ઈશારે અહીં મોકલાયો હોવાનું ખુલતા પોલીસે દારૂ સપ્લાય કરવા મુદ્દે ઉપરોક્ત બન્ને આરોપીઓને ઝડપી લેવા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.