મોરબીની શાળા- કોલેજોમાં રક્ષાબંધનની ભાવભેર ઉજવણી

વિદ્યાર્થીનીઓ જાતે જ કલાત્મક રાખડીઓ બનાવીને સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીભાઈઓને બાંધી

મોરબી : મોરબીની અનેક શાળા કોલેજોમાં આજે ભાઈ અને બહેનના પ્રેમની અભિવક્તિ કરાવતા એવા રક્ષાબંધનના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા કોલેજોમાં વિદ્યાર્થીનીઓએ જાતેજ રાખડી બનાવીને સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને કાંડે રાખડી બાંધી રક્ષાપર્વ ઉજવ્યો હતો.

શહેરના નામાંકીત સન ફ્લાવર એડ્યુકેશન ટ્રસ્ટ તેમજ સૌરાષ્ટ્ર હાઈટેક એડ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત વિવિધ કોલેજ ઓમ વિંધ્યા વાસીની તથા પ્રભા બેન પટેલ બી.એડ. કોલેજ તેમજ ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત રાખડી સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીઓના કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર યોજાયેલ આ સ્પર્ધામા પ્રથમ, દ્વીતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ ને સંસ્થા તરફ થી ઈનામો આપવા મા આવ્યા હતા.વિદ્યાર્થીઓની આ સર્જનાત્મકતા બદલ સંસ્થા ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયાએ અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થી ભાઈઓને કાંડે રાખડી બાંધી હતી.

નીલકંઠ વિદ્યાલય પીપળીયા ચાર રસ્તા દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલે શાળામાં રજા હોવાથી વિધાર્થીઓએ શાળામાં આજે રક્ષાબંધનનો પર્વ ઉત્સાહભેર ઉજવ્યો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીની બહેનોએ વિદ્યાર્થીભાઈઓના હાથમાં ભાવભેર રાખડી બાંધી હતી.

વિવેકાનંદ કન્યા શાળાની ધોરણ ૩ થી ૮ ની કન્યાઓએ પોતાની સૂઝબુઝ અને આગવી આવડતથી રાખડીઓ બનાવી હતી. બઝારમાં મળતી રાખડીઓ ભુલાવી દે તેવી રાખડીઓ બાળાઓ દ્વારા બનાવાઈ હતી. બાળાઓએ આ કલાત્મક રાખડી બનાવીને પોતાની અંદર રહેલી શક્તિઓને ઉજાગર કરી હતી. આ સહ-અભ્યાસીક પ્રવૃત્તિને સફળ બનાવવા માટે શાળા સ્ટાફ અને આચાર્યએ જહેમત ઉઠાવી હતી.