મોરબી : દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલના છાત્રોનો પ્રોજેકટ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં બીજા ક્રમે

- text


વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે

મોરબી : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા આયોજિત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, ૨૦૧૮ માં જિલ્લા કક્ષાએ દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇકો સિસ્ટમ એન્ડ ઇકો સિસ્ટમ સર્વિસ પર ઇન્ડો એગ્રીકલચરનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ પ્રોજેકટ બીજા નંબરે ઉતીર્ણ થયો હતો.

- text

આ સાથે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ના એલ.એમ.ભટ્ટે તથા શાળા ના આચાર્ય નાગેન્દ્ર પાંડેએ વિદ્યાર્થીઓ હેત રાવલ, શેઉલી દાસ, સનૈયા ખાન, હેનીલ વડગામા તથા માર્ગદર્શન આપેલ શિક્ષકો પ્રિયંકા વ્યાસ, રિયા શ્રીવાસ્તવ, મયુરી ઘટોડીયા ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને એમની મહેનત ને બિરદાવી હતી. હવે આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

 

- text