મોરબી પાલીકાના પૂર્વ પ્રમુખ પીધેલી હાલતમાં ઝડપાયા : પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

- text


સ્કાય મલ્ટીપ્લેક્સ સીનેમામાં પીધેલી હાલતમા પુર્વ પાલિકા પ્રમુખ લલિત કામરિયાને સીન નાખવા ભારે પડ્યા : સીક્યુરીટીએ પકડી પોલીસ ને હવાલે કર્યા

મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન લલીત જેરાજભાઈ કામરીયાને ગત રાત્રીના સ્કાયમોલ સિનેમામાં પીધેલી હાલતમાં સીન નાખવાનું ભારે પડ્યું હતું. સિનેમાની સિક્યુરિટીએ સમજવા છતાં પૂર્વ પાલિકા પ્રમુખે રાજકીય રોફ જમાવાનું શરુ રાખતા અંતે તેમને પીધેલી હાલતમાં પોલીસને હવાલે કરાયા હતા અને મોરબી પોલીસે પણ કાયદો બધા માટે સરખો તે સંદેશો આપી રાજકીય ભલામણોને વશ થયા વગર પાલિકાના પૂર્વ પ્રમુખ સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.

- text

આ બનાવ અને મળતી વિગતો મુજબ સ્કાય મલ્ટીપ્લેક્સ સીનેમામા ગત રાત્રીના અગ્યારેક વાગ્યે પુર્વ નગરપાલિકા પ્રમુખ લલીત જેરામભાઈ કામરીયાએ પીધેલી હાલતમા સીન કરતા સીક્યુરીટીએ તેને આ યોગ્ય ન હોવાનુ જણાવી સિનેમા બહાર જતુ રહેવા કીધું હતુ. પરંતુ પુર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા ઉશ્કેરાઈ ગયા હતા અને પોતે ભાજપના આગેવાન છે સિનેમા બંધ કરાવી દેશે તેવી ધમકીઓ આપી અને સીક્યુરીટીને રાજકીય રોફ બતાવવા માંડ્યા હતા. આ સમયે દશામાંનું જાગરણ હોવાથી મોટી સંખ્યામાં મહીલાઓ પણ હાજર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી અંતે સીક્યુરીટી એજન્સીએ સતર્કતા વાપરી મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી. અને એ ડિવીઝન પોલીસે કોઈ જાતનો પક્ષપાત રાખ્યા વિના જ દારૂ ઢીંચી ને રોફ જમાવતા ભાજપના પુર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયાને કાયદાના પાઠ ભણાવ્યા હતા અને પૂર્વ પાલિકા પ્રમુખ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જયારે ભાજપ આગેવાન પૂર્વ પાલિકા પ્રમુખ પીધેલા ઝડપાઇ ગયા બાદ મોરબી પોલીસ મથકે રાજકીય ભલામણોના ફોન રણકી ઉઠ્યા હતા. પરંતુ પોલીસે રાજકીય ભલામણોને વશ થયા વગર કાયદો બધા માટે સરખો તેવો મક્કમતા પૂર્ણ સંદેશ આપી પુર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા વિરુદ્ધ પણ પ્રોહીબીશન ની કલમ મુજબ એ ડિવીઝન પોલીસમથકે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

- text