મોરબી : આફત સમયે શુ કરવું ? આર્ટ્સ કોલેજના છાત્રોએ મેળવ્યુ માર્ગદર્શન

- text


એનડીઆરએફની ટીમે ડેમોસ્ટ્રેશન આપીને વિદ્યાર્થીઓને બચાવક્રીયાથી માહિતગાર કર્યા

મોરબી : મોરબીની યુએન મહેતા આર્ટ્સ કોલેજના છાત્રો માટે આફત અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એનડીઆરએફની ટીમે છાત્રોને આફત સમયે શુ કરવું જોઈએ તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ.એમ.કંઝારિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ જાગૃતિ કાર્યક્રમમાં એનડીઆરએફ ટીમના ઇન્સ્પેકટર સોલંકી દ્વારા વિસ્તાર પૂર્વક ભુકંપ, અતિવૃષ્ટિ કે અન્ય આપાત જનક કાળમાં શુ કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? વગેરેનું ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું.

- text

એનડીઆરએફ ટીમના યાદવે બચાવ સમયે વપરાતા સાધનો અને ઉપકરણો બતાવીને તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે ઘરમાં રહેલી ચીજ વસ્તુઓની મદદથી આપતી સમયે કઈ રીતે બચી શકાય તેની સમજણ પણ આપી હતી.

- text