માળિયાના સરવડ ગામે જુગાર રમતા ૬ પકડાયા

પોલીસે રૂ. ૫૮ હજારની રોકડ જપ્ત કરી

માળીયા : માળિયાના સરવડ ગામે જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રૂ. ૫૮ હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયાના સરવડ ગામે જુગાર રમતા રમેશ મગન સરડવા, સુલતાન સુમાર જેડા, અરવિંદ નાનજી સરડવા, પુનિત પ્રભુ સરડવા, અમૃત ભગવાનજી કુલતરિયા, કેશવજી અમરશી વિરમગામાંને પોલીસે રૂ. ૫૮ હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.