વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન સોમણીનું નિધન

ગુરુવારે સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે

વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, ભાજપ અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન એવા ઉષાબેન સોમણીનું આજે ટૂંકી બીમારીના કારણે અવસાન થતાં વાંકાનેરમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. આવતીકાલે સવારે તેમના નિવાસસ્થાનેથી સવારે નવ કલાકે અંતિમયાત્રા નીકળશે.

વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પક્ષના અગ્રણી જીતુભાઇ સોમાણીના બહેન ઉષાબેન સોમાણીએ આજે ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

ઉષાબેન સોમણીની અણધારી વિદાયને પગલે વાંકાનેર ભાજપ પરિવાર સ્તબ્ધ બન્યો છે અને સમગ્ર વાંકાનેર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે, આવતીકાલે ગુરુવારે સવારે ઉષાબેનના માર્કેટ શેરી, નાગરિક બેન્ક સામે સ્થિત નિવાસસ્થાન ખાતેથી સવારે ૯ કલાકે નીકળશે.