માળિયામાં યુવાનની હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ૬ શખ્સોની ધરપકડ

માળીયા : માળિયામાં એક યુવાનની હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ફરિયાદના આધારે પોલીસ ૬ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેના પગલે પોલીસે આ ૬ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયાના હારૂન દિલાવરભાઈ જેડા ઉ.વ.૨૫એ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ માળીયામાં માતમના ઓટા પાસે હતા ત્યારે ૬ શખ્સોએ તેમના પર અને અન્ય બે વ્યક્તિ ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. ફરિયાદના આધારે માળીયા પોલીસે આ ૬ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.

બાદમાં માળીયા પોલીસે આ કામના આરોપીઓ હનીફ ગફુર કટિયા, મઠો ઉર્ફે ડાડો ગફુર કટિયા, શાહરુખ ઉર્ફે સારો મહેબૂબ જેડા, રફીક સુભાન સામતાણી, આવેશ આમદ સામતાણી અને આશીફ ભારમલ જેડાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.