મોરબી : મોડી રાત્રીના મારામારીની ઘટનામાં 3 યુવાનોના મોત

મોરબી : બનાવ ની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી મા લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તાર મા મોડી રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ બે જુથ વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો જેમા આ જુથ અથડામણ દરમ્યાન ત્રણ મુસ્લિમ યુવાનો ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા બનાવ ત્રિપલ મર્ડર મા પરિણમ્યો હતો આ બનાવ ની જાણ થતાની સાથે જ ડીવાયએસપી બન્નો જોશી ,એલસીબી પીએસઆઇ આર.ટી.વ્યાસ ,તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહીલ સહીત નો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંતજ દોડી ગયો હતો અને ત્રણે મૃતદેહ ને સિવીલ હોસ્પીટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમા સામે ના  જુથ ને પણ આ મારામારીમાં ઇજા થઇ હોય ખાનગી હોસ્પીટલમાં સારવારમાંં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા. અને મુસ્લિમ સમાજના આગેવાનો દોડી ગયા હતા.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુ થી સિવીલ હોસ્પીટલ ખાતે અને ખાનગી હોસ્પીટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેમા આ બનાવ મા તટસ્થ કારણ અને બનાવ ભોગબનનારે ના પરિવાર જનો દ્વારા જણાવ્યા બાદ પોલીસ ફરીયાદ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મોરબી : ટ્રિપલ મર્ડર કેસમાં ૧૨ જેટલા હુમલાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ