ટંકારા તાલુકા કન્યા શાળાની છાત્રાઓની લેખન, વાંચન અને ગણનની કસોટી લેતા ડીડીઓ

- text


શાળાની પ્રવૃતિઓથી પ્રભાવિત થઈને ડીડીઓએ આચાર્ય, શિક્ષકો અને છાત્રાઓને અભિનંદન પાઠવ્યા

ટંકારા : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ મિશન વિદ્યા ૨૦૧૮ અંતર્ગત ટંકારા તાલુકાની કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની લેખન,વાંચન અને ગણન ક્ષમાતાની ચકાસણી કરી હતી.

- text

મિશન વિદ્યા અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ ટંકારા કન્યા શાળા ની મુલાકાત લીધી હતી શાળાના બાળ છાત્રોનો વર્ગ લઇ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ દરમિયાન ડીડીઓએ લેખન અને વાચનની કસોટી કરી હતી આ તકે લાયઝન બી.આર.સી. કો. કલ્પેશભાઈ ફેફર તથા સી.આર.સી.કો. હેમંતભાઈ ભાગીયા પણ ઉપસ્થિત રહયા હતા. વિવિધ શૈક્ષણિક તથા ભૌતિક પ્રવૃતિઓથી પ્રભાવિત થઈ ડી.ડી.ઓ એ ટંકારા કન્યા શાળાના આચાર્ય ચેતનભાઈ ભાગીયા તથા તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text