વિનય ઇનટરનેશનલ સ્કૂલમાં શિક્ષકો માટે સ્વાસ્થ્ય સંબંધિત વિષય પર વર્કશોપ યોજાયો

મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો માટે સ્વાસ્થ્ય સંબંધિત વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા ફિઝિયોથેરેપીસ્ટએ શિક્ષકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

વિનય ઇનટરનેશનલ સ્કૂલમાં વિધાર્થીઓ સાથે સાથે શિક્ષકોના ઘડતર અને વિકાસ માટે અવનવી પ્રવૃતિ અને સેમીનારનું આયોજન થતું હોય છે. આ પ્રવૃત્તિના ભાગરૂપે વિનય ઇનટરનેશનલ સ્કૂલમાં એર્ગોનોમિક્સ ઇન રૂટિન લાઈફના સ્વાસ્થ્યના સંદર્ભ માં ટીચર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના પ્રખ્યાત ફીઝીયોથેરેપીસ્ટ ડો. ભાવેશ ઠોરીયાએ શિક્ષકોને ખુબજ ઉપયોગી સ્વાસ્થ્ય વિજ્ઞાન નું જ્ઞાન આપ્યું હતું અને આ વિષય ઉપર પ્રશ્નોતરી પણ કરી હતી.આ સેમીનાર માં વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના સંચાલક, આચાર્ય અને શિક્ષકો એ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.